GSTV
Home » News » ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

અમેરિકાના એક સર્વોચ્ચ કમાન્ડરે ભારત દ્વારા રશિયા સાથે કરવામાં આવેલી એસ-400 મિસાઇલ ડીફેન્સ સિસ્ટમની ડીલ સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકન નેવીની ઇન્ડો-પેસેફિક કમાનના કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને કોલારાડોમાં એસ્પન સિક્યોરિટી ફોરમને જણાવ્યું કે ભારત એસ-400 સિસ્ટમ મેળવવા માંગે છે. આ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ છે. જે થોડીક સમસ્યા છે. પરંતુ અમે વાતચીત ચાલુ રાખીશું.

એડમિરલે કહ્યું કે તેઓ ભારતને તે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રશિયાની ડીફેન્સ સિસ્ટમની ખરીદી તેના માટે ફાયદેમંદ નથી. અમેરિકાના ઉપકરણો દુનિયાભરમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત વર્ષે અમેરિકાએ ઘણી મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા. જેની મદદથી બંને દેશ સૂચનાઓ અને ગુપ્ત જાણકારીઓનું આદાન પ્રદાન કરી રહ્યા છે. આ ખરેખર એક ટેક્નિકલ એગ્રીમેન્ટ છે.

READ ALSO

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!