GSTV
Home » News » રૂપાણી સરકારનું મપાઈ ગયું પાણી : પાણી થયું મોંઘું, સરકારે લિટર દીઠ ભાવ 29 પૈસાનો કર્યો વધાર્યો

રૂપાણી સરકારનું મપાઈ ગયું પાણી : પાણી થયું મોંઘું, સરકારે લિટર દીઠ ભાવ 29 પૈસાનો કર્યો વધાર્યો

ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની અછત વર્તાઇ રહી છે. કેટલાંય વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યુ છે. તેવી ફરિયાદો ઉઠી છે તો કેટલાંય વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. ત્યારે દર વર્ષે અમદાવાદમાં પાણીની જરુરિયાતમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારના વિવિધ સોર્સ પાસેથી નાણાં ચૂકવીને હજારો લિટર પાણી ખરીદે છે અને શહેરીજનોને વિતરણ કરે છે. રાજ્ય સરકારે હજાર લિટર પાણીના ભાવમાં ૨૯ પૈસાનો વધારો કરી દીધો છે જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખો રુપિયા વધારાના ચૂકવવા પડયાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોતરપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ , જાસપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ , અમદાવાદ સિંચાઇ વિભાગના ફ્રેન્ચવેલ અને નડિયાદ સિંચાઇ વિભાગના માધ્યમથી રાસ્કા ટ્રિટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી મેળવે છે. રાજ્ય સરકાર પણ પાણીના ભાવમાં દર વર્ષે હજાર લિટરે સરેરાશ ૨૫ પૈસાનો વધારો કરી રહી છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં એક હજાર લિટર પાણીનો દર રૂ.૨.૮૫ પૈસા હતો તે વર્ષ ૨૦૧૮-૧૯માં વધારીને રૂ.૩.૧૪ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૯-૧૦માં એક હજાર લિટર પાણીનો દર રૂ.૧.૩૩ જ હતો. આમ, દસેક વર્ષમાં હજાર લિટર પાણીના ભાવમાં રૂ.૧.૮૧ પૈસાનો વધારો થયો છે.

ત્યારે કરોડો લિટર પાણીની ખરીદીને પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી પર પણ આર્થિક ભારણ વધ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ સોર્સના માધ્યમથી ૩૧૪૬૯૬૩૪૩ હજાર લિટર પાણીની ખરીદી કરી હતી તે બદલ રૂ.૯૮૮૧.૪૬ લાખ સરકારને ચૂકવ્યાં હતાં . આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પાણી પાછળ થતાં ખર્ચમાં વધારો થઇ રહ્યો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

ગુજરાતના ખેડૂતોને સૌરભ પટેલ આપી શકે છે ખુશખબર, રાતના ઉજાગરા જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!