GSTV

વસુંધરાના વ્હાલા-દવલા / બે સદી પહેલા બનેલી એ ઘટનાએ કચ્છની જાહોજલાલી છીનવી લીધી હતી

કચ્છ

Last Updated on June 17, 2021 by Bansari

કચ્છના પાણીદાર લોકોને પાણી માટે કાયમ ટળવળવું પડે છે એ હકીક્ત છે પરંતુ બે સદી અગાઉ સુકા ગણાતા આ મુલકમાં પાણીના લીધે જાહોજલાલી હતી ૧૬ જુન ૧૮૧૯ના રોજ આવેલા ધરતીકંપ અને ત્યારબાદ સુનામી જેવી સ્થિતિના કારણે કચ્છમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ છે અને સિંધુ નદી એ વહેણ બદલતા નદીઓના મીઠા પાણી ગુમાવવાનો વારો આવ્યો હતો.

કચ્છ

એક ભૂકંપના કારણે લખપત તાલુકાનો ખાડીના દેશો સાથે વ્યાપાર પણ રોકાઈ ગયો

ર૩ ઉત્તર અક્ષાંશ અને ૩૧ પૂર્વે રેખાંશ પર ૧૬મી જુન ૧૮૧૯ના સાંજે ૬-૪પથી ૬-પ૦ વાગ્યાના અરસામાં આવેલા ૭.૭ તીવ્રતાના મનાતા ભૂકંપે ઈન્ડિયન-યુરેશિયન પ્લેટ પર લખપત નજીકના વિસ્તારમાં અલ્લાહબંધ સર્જી દીધો હતો અને નદીના નીર ફંટાતા એક સમયે લાખો કોરી રળી લેતા લખપત તાલુકાનો ખાડીના દેશો સાથે વ્યાપાર પણ રોકાઈ ગયો.

તેના કારણે આજે ર૦૦ વર્ષ પછી વર્તમાન સમયમાં કચ્છ જિલ્લો પાણી માટે વલખાં મારે છે. નર્મદા યોજના મુખ્યત્વે કચ્છને આધાર રાખીને બનાવવામાં આવી હતી પરંતુ પ્રજાના જ મતે ચૂંટાયેલા જનપ્રતિનિધઓની અંદરોઅંદરની લડાઈ અને ભાગ બટાઈના કારણે કચ્છને આજની તારીખે પીવા માટે કે ખેતી માટે પુરતા પાણી મળવા નશીબ નથી થયા ૧૬ જુન ૧૮૧૯ના રોજ લખપત નજીક આવેલા ભયાનક ભૂકંપના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી જેવી અસર પહોંચી હતી આ ભૂકંપના કારણે બે પ્લેટ વચ્ચેની અથડામણથી કચ્છમાંથી પાકિસ્તાન સુધીનો જમીનનો એક બંધ જેવો પટ્ટો ઉપસી આવ્યો છે જેની લંબાઈ ૮૦ કિ.મી.થી વધારે અને પહોળાઈ ૬ કિ.મી. અને ઉંચાઈ પાૃથી ૬ મીટર જેટલી છે. જેને અલ્લાહબંધ (ભગવાને બાંધેલો ડેમ) તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે સિંધુ નદીના નીર ગુમાવવા પડયા આમ કુદરતી થપાટ સાથે આંતરરાષ્ટ્રીય કરારોના કારણે કચ્છની જાહોજલાલી છીનવાઈ ગઈ.

કચ્છ

મીઠા પાણીના અભાવે કચ્છની ધરતી ખારાશવાળી થઈ ગઈ

એક સમયે ચોખાના ઉત્પાદન માટે પ્રખ્યાત એવા વિસ્તારની ડાંગરની ખેતી મીઠા પાણીના અભાવે ઉજ્જવળ બની કચ્છની ધરતી ખારાશવાળી થઈ ગઈ જાણે કે લખપત બંદર અને કચ્છની જાહોજલાલીને કુદરતી નજર લાગી ગઈ હોય તેમ આજે બધુ ઈતિહાસ બની ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે ભૂકંપના કારણે બે સદી અને બે વર્ષ પહેલા જે પટ્ટો ઉપસી આવ્યો એ અલ્લાહબંધ આજે પણ દેશ-દુનિયાના વૈજ્ઞાાનિકોમાં સંશોધન માટે રહસ્ય બની રહ્યો છે. આમ કુદરતી થપાટોથી કચ્છનું મીઠું પાણી છીનવાયું અને જવાબદાર નેતાઓ માત્ર પોતાના નીજી સ્વાર્થ ખાતર નર્મદાના નીર કચ્છના છેવાડા સુધી પહોંચાડવામાં નિષ્ફળ છે. છતાં વારંવાર કુદરતી આફતો ખમીને પણ દરેક વખતે ફિનીકસ પક્ષીની માફક રાખમાંથી બેઠું થતું જાય છે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!