GSTV

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગની ઘટના રોજબરોજ સામાન્ય બની, વધુ એક આરોપીની ધરપકડ

અમદાવાદમાં વધતા ચેઇન સ્નેચીંગના ગુનાને અંકુશમાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની છે. પોલીસે એક આરોપી મહોમદ સોહીલ ઉર્ફે બોબાની સારંગપુર નજીકથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાંનું ડોકિયું, સોનાનું પેડલ અને બે સોનાના દોરા સાથે એક લાખ 20 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપી અગાઉ દાણીલીમડા, કાગડાપીઠ, મણિનગર અને ચાંદખેડા જેવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચીંગના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. સુરત અને રાજકોટ જેલમાં પાસાની સજા પણ કાપી ચુક્યો છે. આરોપી પોતાના સાગરીત સાથે ચોરીની મોટરસાઈલ પર એકલ દોકલ મહિલા અને પુરુષના ગળામાથી ચેઇન તોડીને ફરાર થઇ જતો હતો. અમદાવાદના કૃષ્ણનગર અરિહંત સોસાયટીના નાકેથી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા સીસીટીવી કેમેરા કેદ થયો હતો.

Related posts

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

બનાસકાંઠા/ બાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી લૂંટ ચલાવી, 3 બાવા ઝડપાયા

Pravin Makwana

વાપીમાં હત્યારાઓ ઝડપાયા/ અવાવરૂ જગ્યા પર રીક્ષાચાલકને લઈ જઈ ચાકુના ઘા ઝીક્યા, ચાર જણા પકડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!