આજે રાત્રે 12 વાગ્યાથી ટીવી પર બ્લેકઆઉટ થવા મામલે મોટો ખુલાસો, TRAIએ લીધો આ નિર્ણય

ટ્રાઈ દ્વારા ચેનલોના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં શહેરના તમામ એમએસઓ તેમજ કેબલ ઓપરેટરોએ પે ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો ઠરાવ થતાં ૨૮મી તારીખના રાત્રે બાર વાગ્યાથી ટીવી પર બ્લેકઆઉટ થશે. 

ટ્રાઈ દ્વારા પે ચેનલોના ભાવોમાં વધારો થતાં ઓપરેટરો સાથે ગ્રાહકોને પણ ઘણું આર્થિક નુકશાન થશે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫૦થી ૨૦૦ રૂપિયામાં તેમજ શહેરી વિસ્તારોમાં ૨૫૦થી ૩૦૦ રૂપિયામાં બધી જ ચેનલો બતાવવામાં આવે છે. હવે નવા કાયદા મુજબ આ બધી ચેનલો જોવી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦થી ૮૦૦ અને શહેરી વિસ્તારમાં લગભગ ૮૦૦થી ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડશે. 

કેબલ ટીવીના નવા નિયમો હાલ સમયપૂરતા સ્થિગત કર્યા

TRAIએ તમામ કેબલ ઓપરેટર્સ, બ્રોડકાસ્ટર્સ અને ઉપભોકતાઓને જાણકારી આપી છે કે કેબલ ટીવીના નવા નિયમો હાલ સમયપૂરતા સ્થિગત કર્યા છે કેટલા સમય બાદ લાગુ થશે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ટ્રાઈના આદેશના વિરોધમાં કેબલ ઓપરેટર સંગઠન દ્વારા શહેરના તમામ ચાર મોટા એમએસઓ જીટીપીએલ નેટવર્ક, સિટી કેબલ નેટવર્ક, ડેન ડિજીટલ નેટવર્ક અને ઈન કેબલ નેટવર્કના સંચાલકોને આવેદનપત્ર આપ્યું હતું અને ૨૮મી તારીખના રાત્રે બાર વાગ્યાથી તમામ ઓપરેટરોના સેટટોપ બોક્સ કન્ટ્રોલ રૃમમાંથી જ બંધ કરી દેવાના હતા જે હવે નહીં કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter