GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

નવા ટ્રાફિક નિયમોનો અમલ થતાં રાજ્યભરમાં આરટીઓમાં લાંબી લાઈનો લઈ જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા. જેની ધારદાર અસર થઈ છે. હવે રાજ્યની તમામ આરટીઓ રવિવારે રજાના દિવસે પણ કાર્યરત રહેશે અને લાયસન્સ સહિતની તમામ કામગીરી થશે. ગાંધીનગરમાં પરિવહન વિભાગની મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો. નવા ટ્રાફિક નિયમોનો અમલ થતાં લોકો વધુ પરેશાન થયા છે. આરટીઓમાં લાયસન્સ સહિતની કામગીરી માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. લોકો પહેલેથી જ આરટીઓની કામગીરીથી પરેશાન છે.

તેવામાં ટ્રાફિકના નવા નિયમોને લઈ હાલાકી વધી ગઈ. જેનો જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે લોકોના હિતને ધ્યાને લઈ રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓને ચાલુ રહેશે. તો રાજ્ય સરકારે જાહેરાત કરી કે હવેથી ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. સેન્સર આધારિત ટ્રેક અમલમાં આવ્યા બાદ મોટાભાગના લોકોને કાર માટે અનેક વખત ટેસ્ટ આપવો પડે છે અને આરટીઓના ધક્કા ખાવા પડે છે. ત્યારે ઓટોમેટિક કારના ટેસ્ટથી લોકોને મોટી રાહત મળશે.

READ ALSO

Related posts

દેશની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ તારીખ સુધી રહેશે બંધ

Ankita Trada

ચીની રિસર્ચર્સનો દાવો- અસરકારક હશે તેમની Coronaની રસી, વર્ષનાં અંત સુધીમાં આવશે માર્કેટમાં

Mansi Patel

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!