GSTV
Home » News » વિમાન અને ટ્રેન સેવા પર થઈ વાવાઝોડાની અસર, ડોમેસ્ટિક ફલાઈટ રદ અને ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા…

વિમાન અને ટ્રેન સેવા પર થઈ વાવાઝોડાની અસર, ડોમેસ્ટિક ફલાઈટ રદ અને ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા…

વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર પણ અસર જોવા મળી છે. ડોમેસ્ટિક ટુ જેટ અને એર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. બંને એરલાઈન્સ ગુજરાતમાં લોકલ સેવા આપે છે આ તમામ ફલાઈટો અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જાય છે વાવાઝોડાની આફતના પગલે ફલાઈટો રદ કરી દેવામાં આવી છે.. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

તો સૌરાષ્ટ્રના  તમામ જિલ્લાઓમાં જતી ટ્રેનના રૂટને ટુંકાવી દેવામાં આવ્યા છે..ખાસકરીને વેરાવળ, ઓખા, પોરબંદર, ભૂજ જનારી ટ્રેનોને સુરેન્દ્નગર, રાજકોટ અને અમદાવાદ સુધી ટુંકાવી દેવામાં આવ્યા છે…વાયુ વાવાઝોડાને લઈને રિલિફ ટ્રેન ચાલુ કરવાનુ પણ પશ્ચિમ રેલવે દ્વારા  આયોજન કરાયુ છે..

આ રિલિફ ટ્રેન ઓખા-રાજકોટ, ઓખા-અમદાવાદ, વેરાવળ-અમદાવાદના રૂટની હશે..આ સિવાય નાના રૂટ માટે છથી સાત કોચની નાની ટ્રેન દોડાવવાનુ પણ તંત્રનું આયોજન છે..આમ તંત્ર દ્વારા કુલ 70 જેટલી ટ્રેનને રદ કરાઇ છે..જ્યારે 28 ટ્રેનને ટૂંકાવી દેવાઇ છે..

તો વાવાઝોડાને લઈને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ત્રણ દિવસ સુધી તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે…જે સ્થળો પર વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો છે..તે સોમનાથ,દીવ, વેરાવળ, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારો જાણીતા યાત્રાધામ છે..જ્યાં માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાંથી યાત્રાળુઓ આવતા હોય છે..ત્યારે પ્રવાસીઓ, યાત્રાળુઓને નુકશાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે..

READ ALSO

Related posts

મેજિસ્ટ્રેટે આસિ. સુપ્રિન્ટેન્ડેન્ટને ‘ગેટ આઉટ’ કહેતા મામલો ચીફ મેજિસ્ટ્રેટ સમક્ષ

Arohi

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!