GSTV
Home » News » કચ્છના નલિયામાં વાયુ વાવાઝોડાની અસર, 135થી વધુ ગામો પર ખતરો

કચ્છના નલિયામાં વાયુ વાવાઝોડાની અસર, 135થી વધુ ગામો પર ખતરો

વાયુ ચક્રવાતના ફરી કચ્છ તરફના મંડાણના લઇને નલિયામાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી છે. જેને લઇને કચ્છ તંત્ર સજ્જ બન્યુ છે. તો નાલિયા અને માંડવીમાં વરસાદી માહોલ જામ્યો છે. તો સુરક્ષાના ભાગરૂપે Ndrfની 3 ટીમ, બીએસએફની 1 ટીમ અને મરીન ટાસ્ક ફોર્સ તૈનાત કરાઇ છે. તો 4 હજાર સ્થાનિકોને જરૂર પડ્યે સ્થળાંતરીત કરવામાં આવશે. તો અબડાસા તાલુકાના સ્થાનિકોને પણ સ્થળાંતરીત કરાશે.

તો વાવાઝોડોની અસર તળે આવનારા 135થી વધુ ગામો પર ખતરો તોળાઇ રહ્યો છે. તો આ સાથે પોરબંદર, દ્વારકામાં પણ અસર જોવા મળશે. જેથી કચ્છમાં તેની મોટી અસર જોવા મળશે. આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વાવાઝોડુ ધીમે ધીમે નબળુ પડી રહ્યું છે. આગામી 6 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યાર બાદના 6 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાશે. ડિપ્રેશન સ્વરૂપમાં આજે મધ્ય રાત્રિએ કચ્છના નલિયા ખાતે ટકરાશે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!