ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ વિશ્વભરમાં મંદીનું જોખમ વધી રહ્યું હોવાની ચેતવણી આપી છે. આ સાથે IMF ફરી એકવાર 2023 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડી રહ્યું છે. 2026 સુધીમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 4 ટ્રિલિયન ડોલર સુધીનો ઘટાડો થવાની દહેશત છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આવતા અઠવાડિયે 2023 માં 2.9% વૈશ્વિક વૃદ્ધિ માટેના તેના અનુમાનને ડાઉનગ્રેડ કરશે, એમ મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું. સંસ્થા આ વર્ષે ચોથો ઘટાડો કરવા જઈ રહી છે. તેમણે ભય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કે કોવિડ -19 મહામારી, રશિયાના યુક્રેન પરના આક્રમણ અને તમામ ખંડો પર આબોહવાની આપત્તિઓને કારણે સર્જાયેલી તકલીફોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અર્થતંત્ર માટેનો દૃષ્ટિકોણ અંધકારમય છે અને તે વધુ ખરાબ થઈ શકે છે.
તેમણે કહ્યું કે, ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓ પર યુદ્ધની અસરો જોઈ રહ્યા છે. જ્યોર્જિવાના મત મુજબ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી રશિયાને ટેકો આપતા, તેનો વિરોધ કરતા અથવા જોયા કરનારના જુથોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને વિભાજિત કરવાથી કાર્યક્ષમતામાં ઘટાડો થશે અને ગરીબ લોકોને સૌથી વધુ નુકસાન થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં 9ના મોત, નિષ્પક્ષ તપાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધિશ પાસે કરાવવાની કોંગ્રેસની માગ
- જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી
- સુરત/ રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં રેડિયન્ટ સ્કૂલની ટીમે મેળવ્યો કાંસ્ય પદક
- શર્મનાક ઘટના / છોકરી ભગાડી, તો પરિવારે છોકરાની માતાને નગ્ન કરી ગામમાં પરેડ કરાવી
- રણબીર કપૂરની ‘એનિમલ’એ બાપ-દીકરાને ભેગા કર્યાં, દોઢ વર્ષની નારાજગી એક ઝટકામાં ખતમ થઈ