GSTV
Trending ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાંથી ચોમાસુ જતું જ નથી, હવામાન વિભાગે ફરી કરી 2 દિવસ વરસાદની આગાહી

હાલ સૌરાષ્ટ્રમાં આકાશ નવા નવા રંગ-રૂપ દેખાડી રહ્યું છે. અહીં ભર શિયાળા વચ્ચે વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. તો બે ઘડી તડકો પણ એન્ટ્રી કરતો રહ્યો છે. જોકે દિવસ દરમિયાન મોટેભાગે વાદળ છાયા વાતાવરણને કારણે હવામાનમાં ગરબડ સર્જાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને ધ્યાને રાખી હવામાન ખાતાએ રાજકોટ, પોરબંદર અને દ્વારકા પંથકમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો તાપમાનમાં પણ ચારથી પાંચ સેલ્સિયસ ઊંચકાતા પરોઢીયે લાગતી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પશ્ચિમી અવરોધના પગલે આજે રાજકોટ સહિતના સ્થળે આકાશ પાંખા અને ઉંચા લેવલે વાદળોથી છવાયું હતું.

આ પંથકમાં વરસાદ પડવાની આગાહી

  • આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી હવામાન અસ્તવ્યસ્ત રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
  • આવતીકાલ તા.28ને મંગળવારે પણ જામનગર, દિવ સહિતના પંથકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
  • સવારનું ન્યુનત્તમ તાપમાન રાજકોટમાં પાંચ સેલ્સિયસ વધીને આજે ૧૬, કેશોદમાં ૧૫, પોરબંદર ૧૬, વેરાવળ અને દ્વારકામાં ૧૮ સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું.
  • જ્યારે ભૂજમાં ૧૪, નલિયા ૧૦.૪, સુરેન્દ્રનગર ૧૫ સેલ્સિયસ સાથે સવારે કડકડતી ઠંડીને બદલે ગુલાબી ઠંડી રહી હતી.
  • સૌરાષ્ટ્રમાં વાદળોના પગલે બપોરનું મહત્તમ તાપમાન ૩૦ સેલ્સિયસ નીચે રહ્યું હતું. જો કે હવામાન ખાતાએ બુધવારથી ઠંડીમાં ઘટાડો થવાની તેમજ હવામાન ચોખ્ખુ થવા સાથે ઠંડીનો ચમકારો થવાની આગાહી કરી છે.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda
GSTV