GSTV
Home » News » 22 હજાર કરોડ રૂપિયામાં ટ્રેનો, રેલવે સ્ટેશનો બધુ જ ખાનગી કંપનીઓને હવાલે: વિદેશી કંપનીઓ આવશે

22 હજાર કરોડ રૂપિયામાં ટ્રેનો, રેલવે સ્ટેશનો બધુ જ ખાનગી કંપનીઓને હવાલે: વિદેશી કંપનીઓ આવશે

ભારતીય રેલ્વે અને નીતિ આયોગે ખાનગી ઓપરેટરોને 100 રેલ્વે રૂટ પર 150 ખાનગી ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. તેને લઈને એક ડિસ્કશન પેપર પણ લાવવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે તેમાં 22,500 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે. ‘ખાનગી ભાગીદારી: પેસેન્જર ટ્રેન’ શીર્ષકવાળા ડિસ્કશન પેપરમાં કહેવામાં આવ્યુ છે કે 100 માર્ગોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ખાનગી એકમોને 150 ટ્રેનો ચલાવવાની મંજૂરી આપીને રૂ. 22,500 કરોડના રોકાણની મંજૂરી આપવામાં આવી છે.

આ રૂટોમાં મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટણા, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરાના ઇન્દોર-ઓખલા, લખનઉ જમ્મુ તાવી, ચેન્નઈ-ઓખલા, આનંદ વિહાર-ભાગલપુર, સિકંદરાબાદ-ગુવાહાટી અને હાવડા-આનંદ વિહારનો સમાવેશ થાય છે. આ 100 રૂટ્સને 10-12 ગ્રુપોમાં વહેંચવામાં આવ્યા છે. દસ્તાવેજ મુજબ ખાનગી કંપનીઓને પોતાની ગાડીઓમાં બજાર મુજબ ભાડું વસૂલ કરવાની છૂટ હશે.

તેઓ તેમની સુવિધા મુજબ આ ટ્રેનોમાં વિવિધ પ્રકારની બોગીઓ મૂકી શકશે, તેમ જ રૂટમાં તેમના સ્ટોપેજવાળા સ્ટેશનો પસંદ કરશે. દસ્તાવેજમાં જણાવાયું છે કે ટ્રેનોનું ખાનગીકરણ આધુનિક ટેકનોલોજી લાવવામાં અને જાળવણીનો ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવા ઉપરાંત માંગ અને સપ્લાય ગેપ ઘટાડવામાં પણ મદદ મળશે. આ દસ્તાવેજ મુજબ, ટ્રેનનું સંચાલન કરતી સંભવિત સંસ્થાઓ સ્થાનિક તેમજ વિદેશી પણ હોઈ શકે છે.

હાલમાં ભારતની પહેલી ખાનગી ટ્રેન તેજસ નવી દિલ્હી-લખનઉ વચ્ચે દોડી રહી છે. તેજસને ચલાવવાની જવાબદારી આઈઆરસીટીસીની છે. આમાં મુસાફરોને ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ટ્રેન મોડી પડે તો મુસાફરોને વળતરની પણ જોગવાઈ છે.

READ ALSO

Related posts

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને કર્યું એવું કામ કે લોકો કરી રહ્યો છે સલામ

Nilesh Jethva

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

Ankita Trada

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!