GSTV
Cricket Sports Trending

ICC પર આ દિગ્ગજ ક્રિકેટર ભડક્યો : ચાર દિવસની ટેસ્ટનો વિચાર જ ઢંગધડા વગરનો છે

icc

ઓસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લાયને આઇસીસી ૨૦૨૩થી ટેસ્ટ મેચ ચાર દિવસની થઇ જવી જોઈએ તે અંગે વિચારમા કરી રહ્યું છે તેને સાવ ઢંગધડા વગરનો વિચાર જણાવ્યો છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાના હેડ કોચ લેન્ગરે પણ આવો કોઇ બદલાવ થાય તો પસંદ નથી તેમ પ્રતિક્રિયા આપી છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને તેના ખેલાડીઓ તેમજ કોચ વચ્ચે આ મામલે તીવ્ર મતભેદ સર્જાઇ શકે તેમ છે કેમ કે આઇસીસીના આ બાબતના પ્રસ્તાવ પછી તરત જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઇઓ કેવિન રોબર્ટસે આ યોજનાને મંજુરી આપી હતી અને કહ્યું હતું કે આ વર્ષના અંતે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ તેઓ ચાર દિવસની રમવા તૈયાર છે.

લાયને કહ્યું હતું કે આવો વિચાર આવવો તે જ ટીકાને પાત્ર છે. ક્રિકેટ ઇતિહાસમાં ડોકિયું કરશો તો જણાશે કે કેટલીયે યાદગાર ટેસ્ટોના પરિણામ પાંચમા દિસે આવ્યા છે. આવી મેચોને લીધે ક્રિકેટની રમતની ચાહના જળવાઈ રહી છે. લેંગરે કહ્યું કે હું મારી પ્રકૃતિથી જ રૂઢિચુસ્ત છું. હું પરંપરાના બદલાવમાં બહુ માનતો નથી. રમતના મૂળ સ્વરૂપમાં ચેડા થાય તે મને પસંદ નથી.

લેંગરે કેટલાક ઉદાહરણ આપતા જણાવ્યું કે ૨૦૧૪ની ભારત સામેની એડીલેડ ટેસ્ટ પાંચમા દિવસના આખરી અડધા કલાક સુધી રમાઇ હતી. ૨૦૧૪ની કેટ ટાઉન ટેસ્ટ પણ પાંચમા દિવસે પરિણામ લાવનારી હતી. તે ટેસ્ટ તો પાંચમા દિવસની આખરી ૧૦ મીનીટમાં રોમાંચકતા બાદ પુરી થઇ હતી. હેરિસે સાઉથ આફ્રિકાના મોર્ન મોર્કેલને બોલ્ડ કર્યો અને ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.

જ્યારે લાયને કહ્યું હતું કે પાંચ દિવસના ક્રિકેટમાં જ ખેલાડીની શક્તિની ખરી પરીક્ષા થાય છે. ચાર દિવસની પ્રસ્તાવિત ટેસ્ટ મેચનું ફોરમેટ એવું રાખવાનું આઇસીસી વિચારે છે કે ૯૮-૯૮ ઓવરોની રમતના ૪ દિવસ હોય. હાલ પાંચ દિવસની મેચમાં રોજની ૯૦ ઓવરો હોય છે એટલે ૪૫૦ ઓવરોની જગાએ ૩૯૨ ઓવરોની ટેસ્ટ હોય.

READ ALSO

Related posts

શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી

Damini Patel

હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ

Karan

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel
GSTV