પણ એવું તો શું હતું આ ઝુપડીમાં કે એક-બે નહીં દસ કરોડમાં વેચાઈ

દુનિયામાં એવા ઘણા ઘર છે કે જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. આવા ઘરોની કિંમત લગભગ કરોડોમાં છે. આવા ઘરોના વિશે કોઈ સામાન્ય માણસ તો વિચારી પણ ન શકે. આજે અમે તમને એક એવી જ ઝુપડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની કિંમત સાંભળીને તમને તમારા કાન પર વિશ્વાસ નહીં થાય.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ઈગ્લેન્ડની છે જ્યાં એક સાધારણ દેખાતી ઝુપડી કરોડીમાં વેચાઈ. જ્યારે લોકોને આ વિશે ખબર પડી તો લોકો આશ્ચર્ય ચકીત થઈ ગયા. પહેલા તો ત્યાનો દરેક વ્યક્તિ તેને સાધારણ જ માની રહ્યા હતા.

તમને આશ્ચર્યમાં મુકે તેવી વાત એ છે કે આ ઝુપડી 10 કરોડમાં વેચાઈ છે. વેચાણ બાદ તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે આ સાધારણ દેખાતી ઝુપડીની અંદરની ડિઝાઈન મહેલો જેવી છે. જે પ્રકારે તેની સજાવટ કરવામાં આવી છે તે પ્રકારે તે એક આલીશાન ઘર જેવી દેખાય છે. જાણવા મળ્યા અનુસાર ઝુપડીમાં ત્રણ બેડરૂમ વાળુ ઘર હતું. તેનું નિર્માણ 1964માં થયું હતું 2016માં તેના માલિકે તેનું ઈન્ટેરિયર કામ કરાવીને તેને 10 કરોડમાં વેચી દીધું. આટલું જ નહીં ધણા સેલેબ્રિટિઝ પણ તેમાં ભાડે રહીને ગયા છે.

તેની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઝુપડીના માલિકે જણાવ્યું કે તેની કિંમત પહેલા 3 કરોડ હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter