અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની ઓમ સાંઈ રેસીડેન્સીમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકામાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઇ જતા શહેર બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ ગડખોલ ગામની મીઠા ફેક્ટરી વિસ્તારમાં આવેલ સાઈ રેસિડન્સીમાં છેલ્લા 2 વર્ષ થી સદ્દામ ખાન રમઝાન ખાન પત્ની શાઈનાબાનું અને 3 બાળકો સાથે રહે છે. છેલ્લા કેટલાક વખતથી સદ્દામ ખાન પોતાની પત્ની પર અનૈતિક સંબંધની શંકા રાખી ઝઘડો કરી રહ્યો હતો. દરમિયાન ગત 31 માર્ચના રોજ રાત્રી ના અરસામાં નોકરી પરથી ઘરે આવ્યો હતો તે દરમિયાન ઘર માંથી કોઈ કારણોસર પત્ની જોડે ઝઘડો થયો હતો બાદમાં પતિ ઉશ્કેરાઈ જતા 29 વર્ષીય પત્નીનું દુપટ્ટા વડે ગળામાં ટૂંપો આપી હત્યા કરી નાખી ફરાર થઈ ગયો છે. બીજી તરફ આરોપી પતિને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા. હાથ ધર્યા.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં