GSTV
Home » News » સાણંદ: હાઉસિંગ બોર્ડના રહિશો ઉપવાસ પર ઉતર્યા, ગટરનાં પાણીથી સરોવર સર્જાતા પરેશાની

સાણંદ: હાઉસિંગ બોર્ડના રહિશો ઉપવાસ પર ઉતર્યા, ગટરનાં પાણીથી સરોવર સર્જાતા પરેશાની

સાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ નર્કાગારની સ્થિતિમાં દિવસો ગુજારી રહ્યા છે. તંત્રને જગાડવા અને સુવિધાઓ મેળવવા મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. સોસાયટીમાં ગટરના પાણી ઊભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે.

આ દ્રશ્યો સાંણદના છે. લોકો પોતાન ઘરની બહાર ઉપવાસ પર બેઠા છે. સાંણદના નળ સરોવર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં પૈસા ભરી ઘરના માલીક બન્યા, પણ સરકાર દ્રારા આપવામા આવેલી આવાસ યોજનાના મકાનોમા ગટરોના પાણી ઉભરાય છે. સ્થાનિકો આ સમસ્યાથી પરેશાન થઇ ગયા છે.

સોસાયટીમાં ગટરના પાણીનો દરિયો ઊભરાયો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. મહિલાઓ, પુરુષો અને નાના ભુલકાઓ સહિત વાહન ચાલકોએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવારની રજૂઆત છતા સાણંદ નગરપાલિકા, હાઉસીંગ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે.

આવાસમાં ગટરના પાણીથી જ સરોવરનું સર્જન થયું છે. ત્યારે ચોમાસામાં વરસાદના પાણી ભરાશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઇને સ્થાનિકો ચિંતિત છે. સરકારે અને હાંઉસીંગ બોર્ડ પણ પોતાની ખરડાતી છબીને બચાવવા પણ સુવિધાઓ આપવી જોઈએ. તેવી લોકોએ માંગણી કરી છે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!