GSTV

અજબગજબ / દિલ્લીની આ હોટેલે લોન્ચ કરી ડિજિટલ થાળી, બિટકોઇનથી ચુકવણી પર મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ

Last Updated on October 6, 2021 by Zainul Ansari

ક્રિપ્ટોકરન્સીનો ફીવર આજે લોકોના માથે ચડીને બોલી રહ્યો છે ત્યારે આ ક્રિપ્ટોકરન્સી સામાન્ય જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે તેની અસર દિલ્હીના કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં જોવા મળી રહી છે. આ ક્રિપ્ટોકરન્સીના ક્રેઝ ને હજુ વધારવા અને ગ્રાહકોને પોતાની હોટેલ તરફ આકર્ષવા માટે કનોટ પ્લેસની ઓર્દર ૨.૧ રેસ્ટોરન્ટમાં ડિજિટલ થાળી શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો આ થાળીને સંપૂર્ણપણે ડિજિટલ રીતે ઓર્ડર કરી શકે છે. વધુ મહત્વની વાત એ છે કે આ થાળીના સમાવિષ્ટ વાનગીઓના નામ પણ ક્રિપ્ટોકરન્સીના આધારે રાખવામાં આવ્યા છે.

બિટકોઇન ટિક્કાથી લઈને પોલિગન પીટા બ્રેડ સુધી :

ઓર્દર ૨.૧ રેસ્ટોરન્ટની ડિજિટલ થાળીમાં આપવામાં આવતી વાનગીઓના નામ પણ ઓનલાઇન ચલણ આધારિત રાખવામાં આવ્યા છે. આ થાળીમાં ગ્રાહકોને બિટકોઇન ટિક્કા, ઇથેરિયમ બટર ચિકન, પોલિગલ પીટા બ્રેડ અને સોલાના છોલે ભટુરે મળશે.

બિટકોઇનથી ચુકવણી પર 20 ટકા ડિસ્કાઉન્ટ  :

આ રેસ્ટોરન્ટના માલિક સુવિત કાલરા જણાવે છે કે, ક્રિપ્ટોકરન્સીને લઈને લોકોમાં એટલો ક્રેઝ છવાયો છે કે, તેના કારણે લોકો આ ડિજિટલ થાળીને પણ પસંદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમે અમારી રેસ્ટોરન્ટમાં બિટકોઇન અથવા ડિજિટલ કરન્સી ચૂકવનારા લોકોને ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. ગ્રાહકોને વિડિયોના માધ્યમથી મેનુ મળશે અને ક્યુઆર સ્કેનના માધ્યમથી તે થાળીને ઓર્ડર કરી શકે છે. જોકે, તેમને હજી સુધી કોઈ એવો ગ્રાહક મળ્યો નથી જેણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને પેમેન્ટ કર્યુ હોય તેમછતાં પણ હાલ સુધીમાં 100 કરતા પણ વધુ થાળીઓનો ઓર્ડર મળી ચુક્યો છે.

થાળીની કિંમત 1999 રૂપિયા :

આ રેસ્ટોરન્ટમાં મળનારી આ ડિજિટલ થાળીની કિંમત ૧૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. આ એક વેજ થાળી છે. રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે, અમે ક્રિપ્ટોકરન્સીને અમારી બેલેન્સ શીટમા દર્શાવી શકીએ નહિ. જે પણ પેમેન્ટ આવે છે તેને ભારતીય ચલણમાં જોવા મળે છે. અમને ખબર નથી કે તે ક્યાં જાય છે. જો અમને થોડા દિવસોમાં વધુ સારો પ્રતિસાદ ના મળ્યો તો અમે તેને ભૂલી શકીએ છીએ.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!