હાલમાં ભારતની 1/3 વસ્તી શહેરોમાં વસે છે અને વર્ષ 2030 સુધીમાં તે 50 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. હાલ શહેરીકરણમાં વધારા સાથે પરિવારોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ૬૬ ટકા યુવાનોની વસ્તી હોમલોન તરીકે માર્કેટમાં ઉભરી રહી છે. હોમ-લોન માર્કેટમા 26-35 વર્ષની વય જૂથમાં હોમલોન લેનારા લોકો લગભગ 25 ટકા અને 36-45 વર્ષની વય જૂથના લોકો લગભગ 28 ટકા છે.
હોમલોન લેનારા આ યુવાઓ હોમ-લોન માર્કેટમાં ફેરફારનું કારણ બની ગયા છે. એફોર્ડેબલ સેગમેન્ટની અંદર છેલ્લા 4-5 વર્ષમાં હોમ લોન વોલ્યુમમાં વધારો વધીને 15-35 લાખ રૂપિયા થઈ જાય છે, જે ખરીદદારોની ટિકિટની પસંદગી ઊંચી થવાના સંકેત આપે છે. છેલ્લા 5 વર્ષમાં ટિકિટના કદના વાર્ષિક વોલ્યુમમાં 4 ટકાનો વધારો થયો છે. ૭૫ લાખથી વધુની ટિકિટના કદના વાર્ષિક વોલ્યુમમાં હિસ્સો છેલ્લા ૫ વર્ષમાં ૦.૩૭ ટકાથી વધીને ૦.૮૭ ટકા થયો છે.

જોકે છેલ્લા 5 વર્ષમાં ટિકિટના કદના વાર્ષિક વોલ્યુમમાં ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ 2 લાખ રૂપિયાના ખૂબ નાના કદના ટિકિટ સાઇઝ સેગમેન્ટની માંગમાં ઘટાડો થયો છે. હોમ લોન લેવા અને સ્થાવર મિલકત ખરીદવાની દિશામાં ડિસ્પોઝેબલ આવકનો અભાવ પગારદાર વર્ગ માટે અવરોધક પરિબળ રહ્યું છે. સ્થાવર મિલકતમાં ઇનપુટ ખર્ચના દરમાં વધારો થયો હોવાથી પગારદાર વર્ગ પાસે હોમ લોન માટે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આવી સ્થિતિમાં તેમને નાણાકીય સંસ્થાઓના મોટા વ્યાજદર સહિતની ફીનો સામનો કરવો પડે છે, જે ખૂબ જ ઊંચો હોય છે.
આ સાથે સંકળાયેલા કર લાભની જો વાત કરીએ તો હોમલોનમાં મુખ્ય રકમની ચુકવણી કલમ 80-સી હેઠળ કપાત માટે પાત્ર છે, જેની ઉપરની મર્યાદા વાર્ષિક 1.50 લાખ રૂપિયા છે કારણકે, કલમ 80-સી હેઠળ પીએફ, પીપીએફ અને જીવન વીમા પોલિસી વગેરે સહિત અન્ય કેટલાક રોકાણોનો પણ આ હિસાબ લેવામાં આવે છે, તેથી ખરીદનાર માટે આ સેગમેન્ટમાંથી કોઈ નફો મેળવવો અશક્ય બની જાય છે.

આવકવેરા કાયદાની કલમ-20(બી) હેઠળ વ્યાજ ચુકવણીના લાભ તરીકે હોમ લોનવ્યાજ પર વાર્ષિક 2 લાખ રૂપિયા મળે છે અને હોમ લોન મોટી હોવાથી ખરીદદારો તેનો વધુ લાભ લેવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા વર્ષોમાં મર્યાદામાં વધારો કરવામાં આવ્યો ન હોવાથી ખરીદદારો કેન્દ્રીય બજેટ-2022માં આ મર્યાદામાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં