GSTV
Gandhinagar Trending ગુજરાત

પોલીસ વિભાગને વળગેલા ટિકટોકના ભૂતને ઉતારવા ગૃહ વિભાગે લીધો આ નિર્ણય

હાલમાં પોલીસ વિભાગમાં ટિકટોકનું ભૂતધુણ્યું છે. રોજબરોજ પોલીસ ખાતાના ટિકટોકના એકાદ બે વીડિયો સામે આવી રહ્યાં છે. આવી ઘટનાઓને જોતા ગૃહ વિભાગ પોલીસ માટે એડવાઈઝરી જાહેર કરવાનુ નક્કી કર્યુ છે. પોલીસે યુનિફોર્મ પહેરી ટીકટોકનો ઉપયોગ ન કરવા એડવાઈઝરી જાહેર કરી શકે છે. પોલીસ ખાતામાં શિસ્તનું ખૂબ જ પાલન કરવામાં આવે છે. પોલીસ ખાતામાં યુનિફોર્મ, પુરૂષ પોલીસને ક્લીસ સેવિંગ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. ત્યારે આવા ટિકટોક વીડિયોથી પોલીસ ખાતાની છબી ખરડાઇ છે. જેથી ગૃહ વિભાગે એડવાઇઝરી જાહેર કરવાનું પગલુ ભરવું જરૂરી બન્યું છે.

રાજકોટમાં પીસીઆર વેનનો ઉપયોગ ટીકટોકનો વિડિયો બનાવામાં થતો હતો

રાજકોટમાં પોલીસની પીસીઆર વેનનો ઉપયોગ ટીકટોકનો વિડિયો બનાવામાં થતો હોવાના સમાચાર સામે આવ્યા છે, પ્રજાની સુરક્ષા કરવાના બદલે ટીકટોકમાં વિડિઓ બનાવતો પોલીસની જીપનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટ પોલીસની ગાડીનો ઉપયોગ Tiktok માં થતો હોવાનો વીડીયો વાયરલ થયો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર ગાડી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે CP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વડોદરામાં પીએસઆઈ અરૂણ મિશ્રાનો વીડિયો લાયરલ થયો હતો

વડોદરામાં ડીસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. પીએસઆઇ અરૂણ મિશ્રાનો વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીએસઆઇએ જાતે જ વીડિયો ઉતાર્યો છે.

જેમાં અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં બેઠા બેઠા વીડિયો ઉતાર્યો હતો અને ટિકટોક પર અપલોડ કર્યો હતો. અને ટિકટોક પર અપલોડ થતાની સાથે જ પીએસઆઇનો વીડિયો વાયરલ થયો હતો. વર્દીમાં વિડિયો બનાવી સોશીયલ સાઈટ પર વીડિયો મૂકતા પોલીસ બેડામાં ખળભળાટ મચી છે. જોકે વીડિયો વાઇરલ થતાં શહેર પોલીસ હરકતમાં આવી છે અને ડીસીબી ક્રાઇમના અધિકારી જયદીપ સિંહ જાડેજાને સમગ્ર તપાસ સોંપવા માં આવી છે.

READ ALSO

Related posts

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV