કેરળમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદે જિલ્લામાં તારાજી સર્જતા આઠ જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. કેરળના અનેક જિલ્લાઓ વરસાદના કારણે પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જે બાદ કેરળમાં અનરાધારા વરસાદ પ઼ડ્યો છે. નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોની મુશ્કેલી વધી છે. જેથી જનજીવન પર માઠી અસર પડી છે. હવામાન વિભાજના જણાવ્યા પ્રમાણે કેરળ બાદ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 17 જુલાઈ સુધી આ તમામ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસમાં દરિયાકાંઠે આવેલા તમામ રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.
- કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
- અાઠ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
- કેરળમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા