GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રને ૧૦૦૦ ડોલરની ફી ભરીને અલાસ્કાના રીંછનો શિકાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેરીંગ સમુદ્ર પાસેના ઉત્તર પશ્ચિમ અલાસ્કામાં જુનિયર ટ્રમ્પ રીંછનો શિકાર કરી શકશે. અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ ગેમના વાઇલ્ડલાઇફ કન્ઝરવેશન ડાયરેક્ટર એડી ગ્રેસરના જણાવ્યા અનુસાર ટ્રમ્પના પુત્ર સહિત ત્રણ લોકોએ ઉત્તર પશ્ચિમ અલાસ્કાના સેવાર્ડ પેન્નિસ્યૂલામાં રીંછના શિકાર માટે ૨૭ સ્પોટ માટે અરજી કરી હતી.

લોટરી દ્રારા કરવામાં આવે છે વિજેતાની પસંદગી

રીંછ સહિતના કેટલાક પ્રાણીઓના શિકારની મંજૂરી આપવા માટે સમયાંતરે ડ્રોનું આયોજન કરવામાં આવે છે. લોટરી દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ માટે હજારોની સંખ્યામાં અરજીઓ મળે છે. એડી ગ્રેસરે વધુમાં જણાવ્યું હતું કે જુનિયર ટ્રમ્પ જે કેટેગરીમાં વિજેતા બન્યા છે તેમાં ખૂબ જ ઓછી સ્પર્ધા હતી. તે ક્ષેત્રમાં ૨૪ ટેગમાં રીંછનો શિકાર કરવા માટે કોઇ અરજી મળી ન હતી.

સૌથી નાના પુત્રને શિકાર કરવાનો અદકેરો શોખ

આ ડ્રોના વિજેતાના નામ ગઇકાલે જાહેર કરવામાં આવ્યા હતાં. જો કે જુનિયર ટ્રમ્પને ૧૦૦૦ ડોલર નોન રેડિન્ટ ટેગ ફી ચુકવવી પડશે અને ૧૬૦ ડોલર ખર્ચીને નોન રેસિડન્ટ હન્ટિંગ લાયસન્સ ખરીદવું પડશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખનો સૌથી મોટા પુત્રને શિકારમાં રસ છે અને તેઓ શિકાર માટે અનેક વખત અલાસ્કા અને કેનેડા ગયા છે. આ વર્ષના અંતે પણ તેઓ હરણ અને બતકના શિકાર માટે અલાસ્કા જાય તેવી શક્યતા છે. સફારી ક્લબ આ મહિને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સાત દિવસના ‘ડ્રીમ હન્ટ’અભિયાનની ૧.૫ લાખ ડોલરમાં ઓફર કરી રહી છે.

READ ALSO

Related posts

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, કોરોનાકાળમાં વરદાનરૂપ સાબિત થશે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!