GSTV

અફઘાનના હિન્દુ અને શિખ લોકો ભારત આવવા રાજી નથી, એમને તો આ કારણે જવુ છે અમેરિકા અથવા કેનેડા

Last Updated on August 25, 2021 by Pravin Makwana

તાલિબાનનુ અફઘાનિસ્તાનમાં શાસન સ્થપાયા બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથે સાથે અફઘાનિસ્તાનના હિન્દુ અ્ને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે.

જોકે અફઘાનિસ્તાનમાં રહેતા ઘણા હિન્દુઓ અને શીખોને ભારતમાં નહીં પણ અમેરિકા અને કેનેડામાં આશ્રય લેવાની ઈચ્છા છે અને તેના કારણે અફઘાન શીખ અને હિન્દુ નાગરિકોને પાછા લાવવાની કાર્યવાહમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંધોકનુ કહેવુ છે કે, અફઘાનિસ્તાના ગુરૂદ્વારા કર્તે પરવાનમાં મોજુદ 70 થી 80 અફઘાન શીખ અને હિન્દુઓ ભારત પાછા જવા નથી માંગતા, તેમને અમેરિકા અથવા કેનેડા જવુ છે. આ લોકો બીજા નાગરિકોને અહીંથી બહાર કાઢવાની કાર્યવાહીમાં પણ મોડુ કરી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા અને કેનેડા જવાના ચક્કારમાં તેઓ બે વખત ભારતની ફલાઈટ છોડી ચુકયા છે. એ પણ ત્યારે કે ભારત સરકાર અહીંના લોકોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ આપી રહી છે.

દરમિયાન અફઘાનિસ્તાનમાં રોકાયેલા એક નાગરિકે કહ્યુ હતુ કે, અમેરિકા અને કેનેડા જવા માટેના વિકલ્પ શોધવામાં ખોટુ કશું નથી. ભારતમાં નોકરીની તકો નથી અને અહીંના કેટલાય લોકો ભારત ગયા બાદ પાછા આવી ગયા હતા અથવા બીજા દેશોમાં જતા રહ્યા હતા.

એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે, શીખ સંગઠનોએ અફઘાનિસ્તાનમાં મોજુદ હિન્દુ અને શીખોને બહાર કાઢવા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. જોકે 100 લોકો એરપોર્ટ સુધી પહોંચ્યા હતા પણ તેમને આ ફ્લાઈટમાં બેસવા મળ્યુ નથી. આ ફ્લાઈટ હજી એરપોર્ટ પર રોકાયેલી છે કે કેમ તે અંગે કોઈ જાણકારી હાલમાં નથી.

READ ALSO

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!