GSTV
Home » News » હિમાલય પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો, વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી વર્ષ 2100 સુધીમાં તો…

હિમાલય પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો, વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી વર્ષ 2100 સુધીમાં તો…

કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગેનું રિસર્ચ પેપર જર્નલ એડવાન્સ સાયન્સમાં પ્રગટ કર્યું હતું. સંશોધકોએ પહેલી વખત ૧૯૭૫થી ૨૦૧૬ સુધીના ૪૧ વર્ષના સમયગાળા દરમિયાન હિમનદીઓના પરિવર્તનનો અભ્યાસ કર્યો છે. જેમાં તેમણે સેટેલાઈટ તસવીરોનો સહારો લીધો હતો. સંશોધકોએ હિમાલયની ૨૦૦૦ કિલોમીટર લાંબી પર્વતમાળામાં વહેતી ૬૫૦ મોટી હિમનદીઓનો અભ્યાસ કર્યા પછી આ ચિંતાજનક તારણ રજૂ કર્યું હતું. આ વિસ્તારનું તાપમાન પણ ૧ ડીગ્રી વધી ગયું છે. ૧ ડીગ્રીનો આંક મામુલી લાગતો હોવા છતાં પર્યાવરણના અસાધારણ ફેરફારો કરવા માટે એ પૂરતો છે.

એક અહેવાલ પ્રમાણે હિમાલયની હિમનદીઓનો ૮ અબજ ટન જેટલો બરફ દર વર્ષે પીગળી રહ્યો છે. હિમનદીઓ પીગળતી જ હોય છે, પણ સાથે સાથે કુદરતી ક્રમમાં રચાતો બરફ પીગળતા ભાગની જગ્યા પૂરી દેતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વધતા તાપમાનને કારણે પીગળવાનું પ્રમાણ વધી ગયું છે. સામે એટલો બરફ બનતો નથી. માટે નદીઓના મૂળ ખાલી થઈ રહ્યાં છે.

ચોમાસા પહેલા નદીઓનો પ્રવાહ શહેરી જળ પુરવઠો, ખોરાક અને ઉર્જા ઉત્પાદનને અસર કરશે. આ પ્રદેશનો કુલ ક્ષેત્ર 3,500 કિલોમીટર સુધી ફેલાયોલો છે. જેમાં વિશ્વના આઠ દેશો ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, ચીન, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનમાં ફેલાયેલો છે. ઓક્ટોબરમાં યુ.એન.ની એક અહેવાલમાં જણાવાયું છે કે જો ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન બંધ ન થાય, તો તાપમાન 2.7 ડિગ્રી ફેરનહીટ સુધી વધશે.

READ ALSO

Related posts

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan

ટ્રંપ-મોદીનાં મેગા શોમાં બૉલીવુડ સ્ટાર્સને અપાયું આમંત્રણ, આ કલાકારો આવશે અમદાવાદ

Mansi Patel

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!