GSTV
Home » News » વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશ-ડબલ્યુએમઓ (વૈશ્વિક હવામાન સંસ્થા)એ સત્તાવાર રીતે વિશ્વના ત્રીજા અને ચોથા સૌથી ગરમ સ્થળના નામ જાહેર કર્યા છે. આ બન્ને સ્થળો એશિયાના છે. ત્રીજા ક્રમે કુવૈતનું મિત્રિબાહ છે, જ્યાં ૨૧ જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૫૩.૯ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ચોથા ક્રમનું સ્થળ પાકિસ્તાનનું તુરબાત છે, જ્યાં ૨૮ મે, ૨૦૧૭ના દિવસે તાપમાન વધતું વધતું ૫૩.૭ ડીગ્રી સુધી પહોંચ્યુ હતું. આ છેલ્લા ૭૬ વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. વળી આ નોંધ સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ રેકોર્ડ પ્રમાણે મિત્રિબાહ એશિયાનું સૌથી ગરમ સ્થળ જાહેર થયું છે.

એશિયામાં કોઈ સ્થળે આજ સુધી આટલું વધારે તાપમાન નોંધાયુ નથી. સૌથી વધુ ગરમીનો રેકોર્ડ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ડેથ વેલી વિસ્તારમાં આવેલા ફરનેસ ક્રીકના નામે નોંધાયેલો છે. ફરનેસ શબ્દનો અર્થ ભઠ્ઠી થાય અને આ સ્થળે ૧૦ જુલાઈ, ૧૯૧૩ના દિવસે ૫૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. એ પછી બીજા ક્રમે સૌથી વધુ ગરમી આફ્રિકાના દેશ ટયુનિશિયાના કેબિલિ ખાતે જુલાઈ ૧૯૩૧માં ૫૫ ડીગ્રી નોંધાયુ હતું. આ બન્ને આંકડા અને રેકોર્ડ વૈશ્વિક ધોરણે માન્ય નથી.

ઘણા હવામાનશાસ્ત્રીઓ તેને સત્તાવાર ગણતા નથી. કેમ કે એ બન્ને સ્થળના તાપમાન મપાયા ત્યારે યોગ્ય માપન-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તો પણ જૂનો રેકોર્ડ હોવાથી મિટિરિયોલિજકલ ઑર્ગેનાઈઝેશન એ રેકોર્ડ બરકાર માનીને કુવૈત અને પાકિસ્તાનને અનુક્રમે ત્રીજો અને ચોથો ક્રમ આપે છે. જો અગાઉના બન્ને રેકોર્ડ રદ ગણવામાં આવે તો કુવૈત જગતનું સૌથી ગરમ સ્થળ જાહેર થાય.

પરંતુ એ બન્ને સ્થળોના એ સમયના તાપમાનની સચોટ માહિતી મેળવાનો હવે બીજો કોઈ રસ્તો નથી. માટે જે આંકડો છે, એ યથાવત રહેવા દેવાયો છે. હવામાન સંસ્થાએ પોતાની વેબસાઈટ પર આ અંગેની વિગત મુકતા જણાવ્યું હતું કે છેલ્લા ૭૬ વર્ષમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.

READ ALSO

Related posts

તેજસ ટ્રેન શરૂ થયાના થોડા જ સમયમાં ટ્રેન હોસ્ટેસને કરવા લાગ્યા પ્રવાસીઓ આવી હરકતોથી હેરાન

Dharika Jansari

એક બાદ એક ફ્લોપ ફિલ્મથી કંટાળેલી એશ્વર્યાને આખરે આ સુપરહિટ ડાયરેક્ટર સાથે કામ કરવાની તક મળી ગઈ

Arohi

શાહિદ કપૂરે સાઉથની એક હિન્દી રિમેકમાં કામ કરવા એટલા પૈસા માગ્યા કે તેટલામાં નવાઝુદ્દીનની ચાર ફિલ્મો બની જાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!