GSTV
Home » News » ચીન કોરોનાથી પીડિતોનો સાચો મૃત્યુઆંક છૂપાવતી હોવાના આક્ષેપ : 14000 મૃતદેહો સળગાવાયા હોવાનો દાવો

ચીન કોરોનાથી પીડિતોનો સાચો મૃત્યુઆંક છૂપાવતી હોવાના આક્ષેપ : 14000 મૃતદેહો સળગાવાયા હોવાનો દાવો

ચીનમાં કોરોના વાઇરસના કારણે ગુરૂવારે એક જ દિવસમાં સૌથી વધુ 254 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે એક જ દિવસમાં સૌથી મોટો મૃત્યુઆંક છે જ્યારે આ રોગચાળાના કારણે અત્યાર સુધીમાં ચીનમાં કુલ 1,367 લોકોએ જીવ ગુમાવ્યો છે. સત્તાવાળાઓએ કોરોના વાઇરસથી સંક્રમિત થવા અંગે નવી નિદાન પદ્ધતિ અપનાવતાં મૃત્યુઆંકના આંકડામાં મોટો ઊછાળો જોવા મળ્યો છે. સત્તાવાર અંદાજોથી વિપરિત કોરોનાની કટોકટી મંદ પડવાના કોઈ સંકેતો દેખાતાં ન હોવાથી ચીનમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

રાષ્ટ્રીય હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેન્ગે જણાવ્યું હતું કે, કોરોનાના એપી સેન્ટર એવા હુબેઈ પ્રાંતમાં 242થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને નવા 15,000 કેસો નોંધાયા છે. હુબેઈ પ્રાંતમાં કોરોનાએ 242થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અગાઉ ક્યારેય એક જ દિવસમાં આટલા બધા મોત થયા નહોતા. કોરોનાના કારણે આખી દુનિયામાં અત્યાર સુધીમાં 60,384 લોકો સંક્રમિત થઈ ગયા છે, તેમાંથી 59,804 સંક્રમિત લોકો ચીનમાં જ છે. આખી દુનિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1,367 લોકો માર્યા ગયા છે. ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોનાને અટકાવવામાં નિષ્ફળ જવા બદલ અનેક મોટા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવાઈ છે.

બીજીબાજુ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ચીનની સરકાર કોરોનાનો ભોગ બનેલા લોકોનો સાચો મૃત્યુઆંક છુપાવવા માટે મોટી સંખ્યામાં મૃતદેહોને સળગાવી રહી છે. વુહાનની કેટલીક સેટેલાઈટ તસવીરો સામે આવી છે, જેમાં શહેરની ઉપર મોટા ગોળા જેવું કશુંક જોવા મળી રહ્યું છે. આ ગોળો બતાવે છે કે સલ્ફર ડાયોક્સાઈડ ગેસ વિપુલ પ્રમાણમાં નીકળી રહ્યો છે. દુનિયાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આટલા વધુ પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ કોઈ મેડિકલ વેસ્ટ સળગાવાતો હોય આૃથવા લોકોના શબ સળગાવાતા હોય ત્યારે જ નીકળી શકે છે. પર્યાવરણીય નિષ્ણાતો મુજબ સલ્ફર ડાયોક્સઈડ ગેસ નીકળવાનો આૃર્થ છે અંદાજે 14 હજાર મૃતદેહો સળગાવવામાં આવ્યા હશે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!