રાજ્યમાં બેકાબૂ સ્વાઈન ફ્લૂને લઈ હાઈકોર્ટે સરકારનો કાન આમળ્યો, આ દિવસે માગ્યો જવાબ

રાજ્યમાં બેકાબૂ બનેલા સ્વાઈન ફલૂને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. હાઈકોર્ટે આ મામલે સરકારનો કાન આમળ્યો છે. હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો કે સ્વાઈન ફ્લૂને અટકાવવા શું પગલા લેવાયા અને જે સેન્ટર ખોલવામાં આવ્યા છે એ કામ કરે છે કે નહીં. હાઇકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે વાઈરસ કઈ રીતે ફેલાય છે એ જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા તેને અટકાવવા માટે શું પગલાં લેવાયા તેના પર ભાર આપી શકાય. હાઈકોર્ટે મંગળવાર સુધીમાં આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ અરજદાર પાસે ગ્રામીણ વિસ્તારમાં સારવારના વિલંબને લીધે સ્વાઈન ફ્લૂથી કોઈનું મોત થયું હોય એવા કિસ્સા પ્રકાશમાં લાવવાનું કહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter