GSTV
Home » News » મરાઠા અનામત મામલે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી, થઈ પ્રથમ જીત

મરાઠા અનામત મામલે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી, થઈ પ્રથમ જીત

મરાઠા અનામત મામલે કરવામાં આવેલી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે પ્રધાનમંડળે ભલામણોને સ્વીકારી લીધી છે અને તેને કાયદો બનાવવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ કહ્યું છે કે કાયદો બનાવતી સમયે અરજદારોની માગણીનું પણ ધ્યાન રાખ્યું છે. મહારાષ્ટ્ર સરકારના જવાબ પર હાઈકોર્ટે અરજી નામંજૂર કરી છે. તેની સાથે જ કોર્ટે અરજદારને રિપોર્ટ જાહેર થયા બાદ ભલામણ પર ફરિયાદ થવા પર અદાલત સમક્ષ રજૂ થવાની પણ મંજૂરી આપી છે.

2014 અને 2015માં તત્કાલિન કોંગ્રેસ-એનસીપીની ગઠબંધનની સરકારે સરકારી નોકરીઓ અને શિક્ષમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપ્યું હતું. તેને બાદમાં કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. નવેમ્બર-2014માં એક વચગાળાના આદેશમાં હાઈકોર્ટે તત્કાલિન સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેટલીક અરજીઓમાં સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે બે અરજીઓમાં તાત્કાલિક કોટા લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી.

અરજદારોમાંથી એક વિનોદ પાટિલે જસ્ટિસ બી.પી. ધર્માધિકારીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ મામલાનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. જ્યારે પછાત વર્ગ પંચે મરાઠાઓને 16 ટકા અનામતની ભલામણ કરી છે. સૂત્રો મુજબ. પંચે આના સંદર્ભે એક બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં 30 ટકા વસ્તી મરાઠા છે. તેવામાં તેમને સરકારી નોકરીની જરૂરત છે.

Related posts

જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા, કોંગ્રેસ ક્લિન બોલ્ડ

Mayur

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!