રાજ્યભરમાંથી ગુમ બાળકો અંગે હાઈકોર્ટે સરકારને આપ્યો આદેશ, તમામ માહિતીની કરી માગ

રાજ્યભરમાંથી બાળકો ગુમ થવાને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારને માહિતીઆપવા કહ્યું કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકાર શું પગલા ભરી રહી છે. હાલ કેટલા બાળકો ગુમ થયેલા છે. તે અંગે વિગતો રજૂ કરવા કહ્યું છે. આ સાથે જ જો હજારોની સંખ્યામાં બાળકો ગુમ હોય તો તે ગંભીર બાબત હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું છે.

મહત્વનું છે કે બાળક નજર સામેથી દૂર થાય તો મા-બાપ બેબાકળાં બની જાય, દોડાદોડી કરી મૂકે અને ચૌંધાર અાંસુઅોનાે અાંખોમાંથી દરિયો વહેવા લાગે. અાપણે જાણીઅે છીઅે કે અેક સમયે બાળક ગુમ થયું તો તેને શોધવા માટે અાપણી પાસે સિસ્ટમમાં ઘણા ચેડાં છે. બાળક અે અાપણો જીવ છે. તેને કઇંપણ થાય તો અાપણે ઉંચાનીચા થઈ જઈઅે છે. ચાઇલ્ડ ટ્રાફિંકીંગ અે ભારતની સૌથી મોટી ગુનાખોરી છે.

ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ 60 ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે. જેના માટે અાપણે ચિંતિત હોઈઅે છીઅે. સ્કૂલો બહાર અાજે પણ ટાઈટ સિક્યોરિટી અેટલા માટે જ છે. અામ છતાં બાળકો ગુમ થવાનો અાંક ઘણો મોટો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા હોવાનો સરકારી અહેવાલ છે. સૌથી વધુ બાળકો રાજ્યના 4 મહાનગરોમાંથી ગાયબ થયા છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter