GSTV

અમદાવાદમાં અાજે પણ હાઇર્કોર્ટે પોલીસ અને AMCને તતડાવી નાંખી, થશે અા નવા ફેરફારો

અમદાવાદમાં ટ્રાફિક મામલે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ સહિત કોર્પોરેશન તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે ટ્રાફિક મામલે ટકોર કરતા જણાવ્યું છે કે ચાર રસ્તે ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલે તેમના બેસવા પર પ્રતિબંધ મુકો. સાથે જ સરકારી ઈમારતો, ઓફિસો કે પછી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પાર્કિગ ન હોય તો આ કેવી વ્યવસ્થા છે. જરૂર પડેતો GDACRના નિયમમાં ફેરફાર કરવામાં આવે. ટાઉન પ્લાનિંગ અને વાહન રજીસ્ટ્રેશનની પદ્ધતિમાં પણ બદલાવની જરૂર છે.  કોર્ટે કહ્યુ કે શહેરના ચાર રસ્તાઓ ઉપર નોન સ્ટોપ વાહનોની અવરજવર થવી જોઈએ. બી.આર.ટી.એસ અને એએમટીએસ બસ ચાલકો પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરે, કોર્ટે સુનાવણી દરમ્યાન રખડતા ઢોર મામલે કડક વલણ અપનાવ્યુ હતું.

 1. ટ્રાફિક મામલે હાઈકોર્ટમાં સુનાવણી
 2. હોટેલ અને રેસ્ટોરન્ટમાં પાર્કિગ ના હોય અા કેવી વ્યવસ્થા છે
 3. ટાઉન પ્લાનિંગ પદ્ધતિમાં બદલાવની જરૂર

હાર્કોર્ટેના નિર્દેશો

 • શહેરમાં રીક્ષા અને ઉબેર માટે અસગ સ્ટેન્ડ બનાવો
 • સ્કૂલ અને કોલેજોની અાસપાસ રસ્કા પર વાહનોને લીઘે ટ્રાફિક સમસ્યા સર્જાય છે
 • વાલીઅો પોતાના વાહનો રોડ પર ના ઉભા રાખે
 • સ્કૂલની જવાબદારી અાવે કે વાલીઅો અને સ્કૂલના વાહનોને પ્રીમાઈસીસમાં રાખવા
 • સરકારી બિલ્ડિંગ અને અોફિસમાં પણ રોડ પર પાર્કિંગને નિયમન કરો
 • હોટલ, રેસ્ટોરન્ટ બહાર ફૂટપાથ પર પાર્કિગને નિયમન કરો
 • શહેરના ચાર રસ્તા પરથી પાનના ગલ્લા, લારી ગલ્લાઅો અને ચા વાળાઅોને હટાવો
 • જાહેર રોડ પરના દબાણોને કડકડાઈથી હટાવો
 • 75 ટરા રોજ લારી ગલ્લાવાળા અને શાકભાજીવાળાઅો દ્વારા રોકી દેવાયો છે.
 • રસ્તાની સ્થિતિ જુઅો તો ખ્યાલ અાવશે કે હજુયે કેટલાય વિસ્તારમાં સ્થિતિ સુધરી નથી
 • કોમ્પલેક્સમાં પાર્કિગ સુવિઘા જરૂરી
 • મુલાકાતીઅોના વાહનો માટે નો પ્રવેશના બેનરો હોવા જોઈઅે નહીં
 • કોમ્પ્લેકસમાં પાર્કિંગ ફેસિલિટી હોવી જરૂરી
 •  મુલાકાતીઓ માટે વાહન એલાઉડ નથી વાળા બેનર પણ ના હોવા જોઈએ.
 • બિઝનેસ કોમ્પ્લેક્સ અને અન્ય ઇમારતોમાં પણ પાર્કિંગ હોવી જોઈએ. વિસ્તારમાં લોકોની વસ્તી મુજબ વ્યવસ્થા કરો..
 • અર્બન કે સીટી પ્લાનિંગ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ની સંયુક્ત કામગીરી જરૂરી, આ સ્થિતિને કાયમી રાખવી કઠિન છે પણ કરવું પડશે..
 • રેસ્ટોરન્ટની બહાર પણ પાર્કિંગ હોવું જરૂરી છે. વેલે પાર્કિગમાં પણ અંદરના રોડ પર પાર્કિંગ એ સમસ્યા જ છે.
 • કેટલા રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ પાસે પાર્કિંગ છે, આ બાબતનો સર્વે કરો
 • પોલીસને પણ આજે પોતાની કામગીરી પર ગર્વ જરૂરથી થશે.
 • લોકોની પણ એટલી જ જવાબદારી છે,પોલીસ લોકોની નજરમાં હીરો તરીકે દેખાઈ રહ્યા છે.
 •  મારા 14 વર્ષના કાર્યકાળમાં સૌથી વધુ સંતોષજનક કાર્યવાહી થઈ હોવાનો એહસાસ થયો. અેમ.અાર.શાહ
 • કોર્પોરેશન દ્વારા 25 ન્યુ વેસ્ટ ઝોનમાં પાર્કિંગ ફેસિલિટી અપાઈ રહી છે.
 • બધી જ સરકારી ઇમારતોમાં પણ પાર્કિંગ ફેસિલિટી હોવી જરૂરી રહેશે..
 • પાર્કિંગ પણ વ્યવસ્થિતિ રીતે થાય એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ..
 •  ઉબેર અને ઓલાને નોટિફાઈ કરવામાં આવશે, રીક્ષા ચાલકોને બેજીસ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે..
 • રિક્ષાઓ માટે સ્ટેન્ડની વ્યવસ્થા કરો જેથી આડેધડ રિક્ષાઓ પાર્ક ના થાય..
 •  રસ્તે રખડતા ઢોર મામલે પણ ત્વરિત પગલાં લેવા માટે પણ હાઇકોર્ટે કરી ટકોર

સરકારનો જવાબ

 • ઇ-ચલણથી 136 લોકોને નોટિસ અપાઈ છે
 • ટ્રાફિક નિયમનના ભંગ બદલ અેસઅેમઅેસ , ઇમેઇલ અે સરનામા પર નોટિસો મોકલાઈ છે
 • ધારાસભ્ય અને પોલિસ અધિકારીઅોને પણ ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારાયો છે.
 • રીક્ષાચાલકોને બેચીસ અાપવાની કામગીરી વહેલી તકે થશે
 • રજિસ્ટ્રેશન અનેપરમીટથી કંટ્રોલ અાવશે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પીએમ મોદીની અપીલ પર આ કંપનીઓએ આપ્યું અધધ ડોનેશન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!