GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પણ ધારાસભ્ય પદ ભોગવનાર અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટે આપી રાહત

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પણ ધારાસભ્ય પદે ચાલુ રહેલા અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટે રાહત આપી છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષની કામગીરીમાં હસ્તેક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે ટીપ્પણી કરી છે કે વિધાનસભા અધ્યક્ષ પાસે મામલો જ્યારે પેન્ડિંગ છે અને તે સ્થિતિથી માહિતગાર છે. ત્યારે આ કિસ્સામાં હાલ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. વિધાનસભા અધ્યક્ષને સમક્ષ અરજીને નિયત સમયમાં નિર્ણય લેવા માટે હાઈકોર્ટ હુકમ ના કરી શકે.

વિધાનસભા અધ્યક્ષ પોતાની મેળે કોંગ્રેસની અરજી પર નિર્ણય લે તેવો મત કોર્ટે વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસની અરજીનો નિકાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમાં સોગંદનામું કરી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાનું રટણ કર્યું હતુ. અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના રાજીનામા મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડેહાથ લીધા હતા. અલ્પેશે કહ્યું હતુ કે, મેં પ્રાથમિક સભ્ય પદે કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું જ નથી. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ મારું ધારાસભ્ય રદ્દ કરાવવા પાછળ પડ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!