દારૂ પાર્ટીમાં પકડાયેલા વિસ્મયને હાઈકોર્ટે આપી મોટી રાહત, રાખી આ શરતો

હિટ એન્ડ રન કેસથી ચર્ચામાં આવેલા અને થોડા દિવસ પહેલા દારૂ પાર્ટીમાં પકડાયેલા વિસ્મય શાહે હાઇકોર્ટમાં સામાજીક સેવા કરવાની બાંહેધરી આપી. જેથી હાઇકોર્ટે વિસ્મય શાહના જામીન મંજૂર કર્યા છે. નોંધનીય છેકે વિસ્મય શાહને હિટ એન્ડ રન કેસમાં ટ્રાયલ કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી છે. જે સજા સામેની હાઇકોર્ટમાં કરાયેલી અપીલ પેન્ડીંગ છે. ત્યારે લગ્ન બાદ સાળા સાથે વિસ્મય શાહે દારૂ પાર્ટી યોજી હતી. જે પાર્ટીમાં પકડાયા બાદ વિસ્મય શાહને અંદાજે એક સપ્તાહ સુધી જેલમાં રહેવું પડ્યુ હતું. જે પછી હાઇકોર્ટે હવે સામાજીક સેવાની બાંહેધરી બાદ વિસ્મય શાહના જામીન મંજૂર કર્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter