મહુવામાં ખેડૂતો પરના પોલીસ અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ, કોના ઈશારે થયું હતું દમન

ભાવનગરના મહુવામાં ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ ડામવા ચોક્કસ હિતોના ઈશારે પોલીસે દમન ગુજાર્યો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે. હાઈકોર્ટે ઘટનાની ગંભીર નોંધ લઈ સ્થાનિક સેશન્સ જજ પાસે રિપોર્ટ માંગ્યો છે. પોલીસ વિરુદ્ધ ખેડૂતોએ કરેલી ફરીયાદની એફ.આઇ.આર કેમ ન નોંધાઇ તે અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સાથે જ હાઈકોર્ટે રાજ્યના ડીજીપી, સ્થાનિક એસપી અને અન્ય પોલીસ અધિકારીઓને નોટીસ ઇશ્યુ કરી ખુલાસો માંગ્યો છે..

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter