GSTV
Home » News » ગટર સાફ કરતી વખતે થતા મોત અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ગટર સાફ કરતી વખતે થતા મોત અંગે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ગટર કે ટાંકા સાફ કરતી વખતે કર્મચારીઓના મોત ન નીપજે તેના માટે સુપ્રીમ કોર્ટે 6 વર્ષ પહેલાં કેટલાક આદેશ બહાર પાડ્યાં હતા જોકે તેનું અમલીકરણ ન થતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠે ગટરમાં ઉતરવાથી થતા મોતને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા એ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો.

આ મામલે આજે હાથ ધરાયેલ સુનાવણીમાં સરકારે જવાબ રજુ કરવા સમયની માંગ કરી હતી. જેથી કોર્ટે ગ્રાહ્ય રાખતા વધુ સુનાવણી 26મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં ખાળકૂવો સાફ કરવાની કામગીરીમાં 7 મજૂરનો મોતનો મામલો બન્યો છે.

જે મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવવામાં આવ્યા છે કે કેમ, કેટલા લોકો મૃત્યું પામ્યા છે અને શું વળતર ચુકવવામાં આવ્યું છે સહિતની વિગતો રિપોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!