હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો અને દહેજમાં લીધો માત્ર એક જ રૂપિયો, જન જન કરી રહ્યાં છે વખાણ

આ મોસમ જાણે લગ્નોની છે એવું લાગે છે. પરંતુ કેટલાક લગ્નો એવી રીતે થાય કે એની ચર્ચા જગત આખું કરી રહ્યું છે. આવા જ એક ચર્ચિત લગ્ન તાજેતરમાં હરિયાણાના હિસારમાં થયા છે કે જે આજકાલ મીડિયાની હેડલાઇન્સ બની ગયાં છે. ઉલ્લેખનીય છે કે હિસારના નિવાસી સંજય નામના છોકરાએ સંતોષ નામની એક છોકરી સાથે લગ્ન કર્યા છે.

આ યુવાને તેમના સાસરામાંથી માત્ર એક રૂપિયાનું જ દહેજ લીધું છે. તો વળી વાત એ જોવા જેવી છે કે સંજય પોતાની વહુને હેલિકોપ્ટરમાં જાન લઈને લઈ ગયો છે. આ જ કારણ છે કે સમગ્ર દેશમા આ લગ્ન ચર્ચાય રહ્યાં છે. અત્યારે મીડિયામાં આ દંપતિની કેટલીક તસવીરો વાયરલ થઈ છે જે ખૂબ જ પસંદ કરવામા આવી રહી છે.

દિકરીનાં પિતા પાસેથી સંજયે દહેજ વગર લગ્ન કર્યાં છે. કન્યાના પિતા એક સામાન્ય મજદુર છે. તે સમયે સંજયનાં પિતાએ કહ્યું કે તેણે તેમના પુત્રના લગ્નમાં દહેજ લીધું નથી. આ લગ્ન પાછળનો હેતુ દિકરીને બચાવવાનો સંદેશ આપવાનો હતો, જેથી લોકો પુત્રીઓને બોજ તરીકે ન સમજે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter