GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાં આરોગ્ય વિભાગે મેળામાં મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી

Last Updated on August 23, 2019 by Mansi Patel

રાજકોટમાં મલ્હાર મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે.  ત્યારે તમે પણ જો મેળો મહાલવા જતા હોવ તો મેળામાં કોઇ પણ ખાદ્ય ચીજવસ્તુ આરોગતી વખતે રહેજો સાવચેત. કેમકે આ ખાદ્ય ચીજવસ્તુઓ તમારા તહેવારોના રંગમાં ભંગ પાડી તમને બિમારીના ખાટલે પહોંચાડી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેળામાં મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી. જે દરમ્યાન મોટી માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપાયો.

રંગીલા રાજકોટમાં મલ્હાર લોકમેળાનો રંગ બરાબર જામ્યો છે. મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે જો તમે પણ મેળો મહાલવા જતા હોવ તો મેળામાં ખાદ્ય ચીજવસ્તુ આરોગતી વખતે રહેજો સાવચેત, કેમકે મેળામાં મળતી અનેક ખાદ્ય ચીજો તમારા તહેવારોની મજા બગાડી શકે છે.

મેળો મહાલવા આવતા લાખો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહિં તે માટે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મેગા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. જે દરમ્યાન મોટા પાયે અખાદ્ય જથ્થો ઝડપાયો. મનપાના અધિકારીઓએ મેળામાં કુલ 47 કિલો સડેલા બટેટાનો નાશ કર્યો. તો કેન્ડી બનાવવા માટે વાપરવામાં આવતા દૂધમાં પણ જીવાતો મળી આવતા અંદાજે 80 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો.

બીજી તરફ ઢોકળામાં પણ પ્રતિબંધિત પીળો કલર વપરાયો હોવાનું સામે આવતા અધિકારીઓએ 120 કિલો ઢોકળાના આથાનો નાશ કર્યો હતો. તો કેટલાક વેપારીઓ ફરાળી ચિપ્સમાં મકાઇના લોટનો ઉપયોગ કરી લોકોની આસ્થા સાથે ચેડાં કરતા હોવાનું પણ સામે આવ્યું હતુ.  મનપાએ આવી 40 કિલો ચીપ્સ ઝડપી પાડી. આ ઉપરાંત 48 કિલો કાપેલા અને બિનઆરોગ્યપ્રદ ફળ તેમજ 108 કિલો અખાદ્ય બરફ તથા વાસી ટૂટીફ્રૂટીનો પણ નાશ કરવામાં આવ્યો.

જન્માષ્ટમીના તહેવારમાં મેળાની મજા માણવા લાખો લોકો આવતા હોય છે. ત્યારે જે રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે તેને લઇને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!