ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ગુરૂવારે એક ચેનલ સેલેક્ટર એપ લોન્ચ કરી છે. જે એપની મદદથી ગ્રાહકો પોતાના ટીવી સબ્સક્રિપ્શનને જોઈ શકશે અને પોતાની રૂચી અનુસાર ચેનલો લઈ શકશે. ચેનલ સેક્ટર એપના માધ્યમથી તે ચેનલોને પણ હટાવી શકાશે જેને તમે જોવા નથી માગતા.

ગ્રાહકોને પોતાના ચેનલોની પસંદગી આંગળીના ટેરવે કરી શકશે
ટ્રાઈએ ગુરૂવારે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બ્રોડકાસ્ટીંગ સર્વિસને લઈને નવો ટેરીફ નિર્દેશ જાહેર કર્યાં બાદ એ જોવામાં આવ્યું કે, ગ્રાહકોને પોતાના ડિસ્ટ્રીબ્યુટેડ પ્લેટફોર્મ ઓપરેટર્સના વેબ પોર્ટલ અને એપના માધ્યમથી પોતાની પસંદગીની ચેનલો પસંદ કરવામાં પરેશાની થઈ રહી છે. જેને જોતા ટ્રાઈએ આ એપને ડેવલપ કરવાનો નિર્ણય કર્યો હતો. જો ડીપીઓથી ડેટા પ્રાપ્ત કરશે. વર્તમાન માં આ ચેનલો સેલેક્ટર એપના પ્રમુખ ડીટીએચ ઓપરેટર્સ અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સની સાથે કામ કરી રહી છે. ટ્રાઈએ જણાવ્યું કે, આ સુવિધા અન્ય સર્વિસ પ્રોવાઈડર્સની સાથે પણ જોડાશે.

ટુંક સમયમાં અન્ય કેબલ ઓપરેટરો સાથે પણ જોડાશે
રેગ્યુલેટરે જણાવ્યુ કે તેમણે ટીવી ચેનલ સેલેક્ટર એપ ડેવલપ કરી છે. જેના કારણે ગ્રાહકોને પારદર્શી અને વિશ્વનીય સિસ્ટમના માધ્યમથી ટીવી ચેનલ સિલેક્ટ કરવાનો મોકો મળે. આ પ્રક્રિયા માટે સબ્સક્રાઈબર્સનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાશે. જો કોઈ સબ્સક્રાઈબરે પોતાના ડીપીઓની સાથે મોબાઈલ નંબર રજીસ્ટર નથી કર્યો તો તેને ટીવી સ્ક્રીન પર ઓટીપી મોકલવામાં આવશે. ગ્રાહક એપના માધ્યમથી પોતાની પસંદગીની ચેનલો હાલના દરો કે પછી તેનાથી ઓછા દરોમાં પસંદ કરી શકશે. ટ્રાઈની ચેનલ સિલેક્ટર એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. આ એપની ખાસીયત એ પણ છે કે, ડીટીએચ કે કેબલ ઓપરેટર્સને રિકવેસ્ટ મોકલતા પહેલા ગ્રાહક પોતાના સિલેક્શનને ઓપ્ટીમાઈઝ કરી શકશે.
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો