GSTV

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Last Updated on October 22, 2021 by Zainul Ansari

શું તમે પણ મગજમા કોઈ એવી વાત લઈને બેઠા છો કે, જેને તમે ખુબ જ લાંબા સમયથી ભૂલવા ઇચ્છો છો પરંતુ, ભૂલી શકતા નથી. લાખો વાર પ્રયાસ કર્યા પછી પણ જો તમારા મગજમાંથી એ વાત નીકળી નથી રહી અને તમને વારંવાર પરેશાન કરે છે તો તે એક ગંભીર સમસ્યા સાબિત થઇ શકે છે. તજજ્ઞોની જો વાતો માનીએ તો જો કોઈ વ્યક્તિ નકારાત્મક વિચારોને પોતાના મગજમા વધુ પડતા હાવી થવા દે તો તેના કારણે તેમણે આવનાર સમયમા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વિચારોના કારણે મગજને યોગ્ય શાંતિ અને આરામ મળતા નથી અને તેના કારણે વ્યક્તિને કોઈપણ કામ કર્યા વગર થાકોડાનો અનુભવ થાય છે. જો આ જ અવસ્થામા વ્યક્તિ લાંબા સમય સુધી રહે તો તે અનેક પ્રકારની માનસિક બીમારીઓનો શિકાર પણ બની શકે છે.

જ્યારે તમે નિરંતર લાંબા-લાંબા વિચારોમા ડૂબી જાવ છો તો તમારા મગજમા વિચારોનો એક ચક્રવ્યૂહ બની જાય છે અને આ ચક્રવ્યૂહ ખુબ જ ખતરનાક હોય છે કારણકે, તે તમારા મગજ દ્વારા બનેલુ હોય છે. એકવાર જો વ્યક્તિ આ વિચારોના ચક્રવ્યૂહમા ખોવાઈ જાય તો ત્યાંથી બહાર નીકળવુ ખુબ જ અઘરુ સાબિત થાય છે.

વધારે પડતુ વિચારવું તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે આને જો કોઈ વ્યક્તિ અવારનવાર વિચારોના વંટોળમાં ખોવાઈ જતુ હોય તો તેના માટે ખુબ જ જરૂરી છે કે, તે શક્ય બને તેટલુ વહેલુ આ સમસ્યાનું ડોક્ટર પાસે જઈને નિદાન કરાવે. જો કે, વાસ્તવમા આ કોઈ મનોવૈજ્ઞાનિક વિકાર નથી પરંતુ, વધારે પડતુ વિચારવાથી તમે PTSD એટલે કે પોસ્ટ ટ્રામટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર બની શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતુ વિચારવા લાગે ત્યારે શરીરમા કેવા બદલાવ આવે છે? તેના વિશે થોડી માહિતી મેળવીએ.

તમને ઉદાસી અને ચિંતાની લાગણીનો અનુભવ થાય :

તમે ઉદાસ ત્યારે થાવ છો જ્યારે તમે કોઈ વિષય પર વધારે પડતા વિચારો કરવા લાગો છો. આપણે ઘણીવાર ભૂતકાળની ઘટનાઓને વાગોળીને તેમા ખોવાઈ જતા હોઈએ છીએ તો ઘણીવાર વર્તમાન સમયની ચિંતાઓ આપણા પર હાવી થઇ જતી હોય છે, તો ઘણીવાર આવનાર ભવિષ્યને લઈને આપણે ચિંતાતુર થઇ જતા હોય છીએ. આ બધી જ બાબતોમા જે કોમન જોવા મળ્યુ હોય તે છે નકારાત્મક લાગણીઓ. લાંબા સમય સુધી નકારાત્મક લાગણીઓ ધરાવતો વ્યક્તિ ગંભીરમા ગંભીર બીમારીઓનો શિકાર બને છે અને ઘણીવાર આ વિચારો હાવી થતા આત્મહત્યા જેવા ખોટા પગલાઓ પણ ભરી લે છે.

લોકો સાથે અંતર બનાવવાનું શરુ કરી દઈએ છીએ :

ઘણીવાર લોકો પોતાના વર્તન અને અન્ય લોકોના વર્તનની સાથે સરખાવવામા એટલા બધા ખોવાઈ જાય છે કે, અંતે તે એક કઠોર નિષ્કર્ષ પર પહોંચે છે અને તે શક્ય બને તેટલુ સામાજિક બાબતોથી અંતર બનાવવા લાગે છે અને લોકોને મળવાનુ પણ ટાળવા લાગે છે જેના કારણે તે પોતાની જાત સાથે પણ વધુ ને વધુ અંતર બનાવી લે છે.

તમારા કામને પણ પ્રભાવિત કરે છે :

જ્યારે આપણે કોઈ વિષય ઉપર વધારે પડતુ વિચારીએ છીએ ત્યારે તે આપણા રોજિંદા જીવનને પણ ખુબ જ અસર કરે છે. તેના પરિણામે એવુ થાય છે કે, વ્યક્તિની ઊંઘ અને ભૂખ પણ ઘટી જાય છે. અહીંયા સુધી કે જો તમે કોઈ કામ કરવા બેસો છો તો તેમા પણ તમારું 100 ટકા યોગદાન આપી શકતા નથી અને સમસ્યા તો ત્યારે થાય છે કે, જ્યારે તે તમારા રોજિંદા કામને પ્રભાવિત કરી દે છે.

જો વધારે પડતુ વિચારવું તમારા જીવનને બરબાદ કરી રહ્યુ છે તો તેનો અર્થ એવો જરાય પણ નથી કે, આ સમસ્યાનુ કોઈ સમાધાન નથી. સૌથી પહેલા તો તમારે આ સમસ્યા પ્રત્યે જાગૃત થવુ પડશે ત્યારપછી જ તમે તેનો યોગ્ય રીતે સામનો કરી શકશો. જો તમે પણ આ સમસ્યામાથી પસાર થઇ રહ્યા છો તો તમારે આ બાબતો અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ.

સાવચેતીઓ :

સૌથી પહેલા તો તમે તમારી વિચારોની આ પેટર્નને ઓળખો અને ત્યારબાદ ધીમે-ધીમે પ્રયાસ કરો કે, તમારી આ પેટર્નમાં બદલાવ આવે અને તમારી વિચારોનું વંટોળ નિયંત્રણમા આવે. આ ઉપરાંત તમે તમારી પાંચેય ઇન્દ્રિયો પર તમારુ ધ્યાન એકસમાન કેન્દ્રિત રાખો જેથી, તમને આ વિચારોના વંટોળથી વર્તમાન સમયમા આવવામા ઘણી મદદ મળશે. આ સિવાય જો તમે નિરંતર ઊંડા-ઊંડા શ્વાસ લો તો પણ તમને નકારાત્મક વિચારોથી મુક્તિ મળી શકે છે. આમ, જો તમે આ નાની નાની બાબતો અંગે ધ્યાન રાખો તો તમને સરળતાથી નકારાત્મક વિચારોથી મુક્તિ મળી શકે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!