વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. મસ્જિદમાં વીડિયો અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. જેનો રિપોર્ટ 17 મેના રોજ વારાણસીની સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ બન્ને પક્ષોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. આ પહેલા કોર્ટે જણાવ્યુ હતુ કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે કમિશનરને બદલવામાં નહીં આવે. મુસ્લિમ પક્ષ દ્વારા મસ્જિદમાં થતા સર્વે અને વીડિયોગ્રાફીનો શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમ્યાન જ્ઞાનવાપી પરિસરની બહાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. અને વીડિયોગ્રાફી રોકવાની માગણી કરવામાં આવી હતી.
શાંતિ માટે અપીલ
સમગ્ર જ્ઞાનવાપી સંકુલની વીડિયોગ્રાફી કરી 17 મે સુધીમાં વારાણસીની સિવિલ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વે પહેલા જિલ્લા પ્રશાસને બંને પક્ષકારો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો તેની દિવાલને અડીને આવેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની પરવાનગી સાથે શરૂ થયો હતો. કોર્ટના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે મસ્જિદનું ભોંયરું પણ ખુલશે. કોર્ટના આદેશ મુજબ જો ચાવી નહીં મળે તો તાળા તોડીને વીડિયોગ્રાફી કરવામાં આવશે. મસ્જિદના દરેક ભાગમાં ઇતિહાસની શોધ કરવામાં આવશે.
કોર્ટ કમિશનરને બદલવાની માંગ કરવામાં આવી હતી
અગાઉ સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરના આદેશ બાદ કોર્ટ કમિશનર દ્વારા 6 મે અને 7 મેના રોજ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેનું કામ 6 મેના રોજ લગભગ 4 કલાક અને 7 મેના રોજ માત્ર 2 કલાકમાં પૂર્ણ થયું હતું. ત્યારે પ્રતિવાદી પક્ષ તરફથી જોરદાર વિરોધ થયો હતો. તે જ સમયે, 8 મેના રોજ, કોર્ટમાં પ્રતિવાદી પક્ષ વતી કોર્ટ કમિશનરને બદલવા માટે અરજી આપવામાં આવી હતી.

અન્ય બે આસિસ્ટન્ટ કોર્ટ કમિશનરની નિમણૂક
ત્રણ દિવસ સુધી આ અંગે સુનાવણી કર્યા બાદ કોર્ટે 11 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો જે 12 મેના રોજ સંભળાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ કમિશનર અજયકુમાર મિશ્રા સાથે અન્ય બે લોકોની પણ કોર્ટ કમિશનરને સર્વેની કામગીરીમાં મદદ કરવા નિમણૂક કરવામાં આવી હતી.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં