ગુજરાતીઓની ફેવરેટ ફૂડ આઇટમમાં પાણીપુરીનો નંબર વન પર આવે છે. પરંતુ આજકાલ ગુજરાતમાં જે રીતે પરપ્રાંતિયોને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. પાણીપુરીના ધંધા સાથે સંકળાયેલા મોટાભાગના પરપ્રાંતિય લોકો હાલમાં પોતાનો પાણીપુરીનો વેપાર ધંધો કરતા ખચકાઇ રહ્યા છે. તેઓને ડર સતાવે છે ક્યાંક તેના પર હુમલો ન થાય આમ પાણીપુરી લવર્સ માટે આ સ્થિતી હાલતમાં ચિંતાનું કારણ બની છે.
ત્યારે ખાસ તો પરપ્રાંતથી આવનારા શ્રમિકો ફેક્ટરી અને ગુજરાતની ઈન્ડસ્ટ્રિઝમાં મોટા પ્રમાણમાં કામ કરે છે. જેથી હાલની પરિસ્થિતિમાં માલિકોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં પાણીપુરીના શોખીન બહેનો સાંજે જ્યાં પાણીપુરી ખાવા પહોંચે તે વ્યવસાય પણ મોટા પ્રમાણમાં પરપ્રાંતિય દ્વારા ચલાવવામાં આવે છે. તો થોડા સમય સુધી બહેનોને પાણીપુરીથી દૂર રહેવું પડશે.