ગુજરાત સરકાર સ્વાઇન ફ્લુને નાથવામાં નિષ્ફળ, કેન્દ્રની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા

ગુજરાતમાં છેલ્લા 2 માસમાં સ્વાઈન ફલૂથી 55 મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે રહી રહીને કેન્દ્રની 3 ડોકટરની ટીમ અહીં તપાસ માટે આવી છે. ત્યારે હજુ પણ સ્વાઇન ફલૂના કેસ વધશે તેવું ખુદ આરોગ્ય કમિશનર કહે છે. આરોગ્ય કમિશનર તો ત્યાં સુધી કહે છે કે આપણે ત્યાં ડોકટરની ઘટ છે. રિપોર્ટ આવતા વાર લાગે છે એટલે સ્વાઇન ફલૂનો રિપોર્ટ આવે કે ન આવે. જો કોઇનામાં સ્વાઇન ફલૂનું લક્ષણ દેખાય તો સારવાર શરૂ કરી દેવી.

ગુજરાતમં છેલ્લા 2 મહિનામાં સ્વાઇન ફલૂના કેસમાં સતત વધારો થતા કેન્દ્રની 3 ડોકટરની ટીમ ગુજરાત આવી. અમદાવાદ વડોદરા ભાવનગરની હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ સામે લડવા જરૂરી સુવિધા દવાના જથ્થાની તપાસ કરી. ત્યારે સ્વાઇન ફલૂને ટક્કર આપવામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે જ્યારે હાઇકોર્ટે પ્રશ્નાર્થ કરીને રિપોર્ટ માંગ્યો છે ત્યારે આ સ્થિતીમાં આરોગ્ય કમિશનરે ખુદ કહ્યુ છેકે હજુ પણ સ્વાઇન ફલૂના કેસ વધશે.

આટલું જ નહીં આરોગ્ય કમિશનરે તો એ વાતનો સ્વીકાર કર્યો છેકે રાજ્યમાં ડોકટરની કમી છે. સ્વાઇન ફલૂનો રિપોર્ટ આવ્યા બાદ ફાઇનલ થતા 5 કલાક લાગે છે. ખાનગી હોસ્પિટલમાં 24 કલાકનો સમય વીતિ જતા ખાનગી હોસ્પિટલ સારવાર કરતી નથી. જેથી રિપોર્ટ આવતા સુધીમાં દર્દી મોતના મુખમાં ધકેલાઇ જાય છે..જેથી રિપોર્ટ આવ્યા પહેલા જ દર્દીની સ્વાઇન ફલૂની સારવાર શરૂ કરી દેવામાં આવે.

આપણે ત્યાં સ્વાસ્થયના નામે મોટી મોટી યોજના જાહેર કરાય છે. પરંતુ સામે ડોકટરની કમી હોવાની પણ નગ્ન વાસ્તવિક્તા છે. ત્યારે આ સ્થિતીમાં સ્વાઇન ફલૂ દર વર્ષે અનેકને ખતમ કરી જાય છે. ત્યારે કેન્દ્રની આરોગ્ય ટીમની મુલાકાતથી શું થશે તે પ્રશ્નાર્થ ઉઠે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter