GSTV
Home » News » GTUનાં કર્મચારી ચાલુ નોકરીએ ભાજપનું કામ કરતા હતા, પંચે ઠપકો આપતા કહ્યું માપમા રહેજો

GTUનાં કર્મચારી ચાલુ નોકરીએ ભાજપનું કામ કરતા હતા, પંચે ઠપકો આપતા કહ્યું માપમા રહેજો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કર્મચારીએ ભાજપની કામગીરી કરતાં પંચે નોટીસ ફટકારી છે. જીટીયુમાં મિડીયા ડિપાર્ટમેન્ટમાં હંગામી કર્માચારી તરીકે કામગીરી કરતાં મિલન પાઠકે ચાલુ નોકરીએ ભાજપ માટે ચૂંટણી કામગીરી કરી હતી. જેને લઇને જીટીયુના કર્મચારીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારાઇ છે. તે બાબત ચર્ચામાં રહી છે.

અમદાવાદ જિલ્લા કલેકટરની ઓફિસમાંથી ૧૧મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતેના મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરને સંબોધીને લખાયેલા પત્રમાં આ કામગીરીનો ઉલ્લેખ આ મુજબ કરેલો છે. પત્રમાં જણાવાયું છે કે,“ સુધીર રાવલની ઇ-મેઇલ દ્વારા કરાયેલી રજુઆતની વિગતો જોતાં જીટીયુના કર્મચારી મિલન પાઠકે ભારતીય જનતા પાર્ટીની પ્રવૃતિમાં ભાગ લીધો હોવાનું જણાય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી ચાદખેડા, ગાંધીનગર ખાતે આવેલી હોઇ . આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મારફતે નિયમાનુસાર કાર્યવાહી કરવાની રહે. જે આપને વિદીત થવા વિનંતી છે. ” તેમ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની સહીથી જણાવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

વગર હેલ્મેટે રસ્તાઓ પર નીકળે છે આ માણસ, જોઈ પોલીસ પણ ચાલાન નથી કરતી

Kaushik Bavishi

રેલવેમાં ટિકિટોની કાળાબજારી મામલે એકની ધરપકડ, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

Nilesh Jethva

શિલ્પા શેટ્ટીની માતા સામે સુરતમાં નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ, આવો છે ગંભીર આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!