GSTV
Home » News » ભરૂચ : આઠ હજાર કમાતા ડ્રાઈવરને GST વિભાગે 200 કરોડની કરચોરીની નોટીસ ફટકારી

ભરૂચ : આઠ હજાર કમાતા ડ્રાઈવરને GST વિભાગે 200 કરોડની કરચોરીની નોટીસ ફટકારી

ભરૂચમાં ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા ડ્રાઈવરને બસ્સો કરોડની જીએસટી ચોરીની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. વસંત મીલની ચાલીમાં રહેતા અને ડ્રાઈવીંગ કરી મહિને સાત-આઠ હજાર રૂપિયા કમાતા સુરેશ ગોહિલને જીએસટી વિભાગે રૂપિયા બસ્સો કરોડની કર ચોરીની નોટિસ ફટકારી ચેકિંગ શરૂ કર્યું છે.

ટીમને સર્ચ ઓપરેશન દરમ્યાન કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ તેના બે મોબાઈલ જપ્ત કરી મંગળવારે તેને કચેરી ખાતે આવવા સમન્સ પાઠવામાં આવ્યું છે. કોઈ ભેજાબાજોનો ભોગ બનેલો સુરેશ હાલમાં તો સરકારી તંત્રમાં દોડતો થઈ ગયો છે. જીએસટી વિભાગના મતે સુરેશ ગોહિલના નામે ગોહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપની છે અને તેણે કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

READ ALSO

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!