GSTV
Home » News » VIDEO : ગુજરાત સરકારનો ભાંડો ફુટ્યો, ગાંધીધામમાં સામે આવ્યું નવું મગફળી કૌભાંડ

VIDEO : ગુજરાત સરકારનો ભાંડો ફુટ્યો, ગાંધીધામમાં સામે આવ્યું નવું મગફળી કૌભાંડ

રાજ્યમાં ફરી એકવખત કથિત મગફળી કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા ગાંધીધામના મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા. મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કોંગ્રેસ દ્વારા ગોદામની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા ભીનું સંકેલવા અને આખા કૌભાંડ પર પડદો પાડી દેવા મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો હતો. ત્યારે પણ કોંગ્રેસ માંગ કરી રહી હતી કે જેટલા ગોડાઉન મગફળીના ભરેલા છે તેની તમામની તપાસ થવી જોઈએ પરંતુ રાજ્ય સરકારે તપાસ કરશું કહીને બધા જ ગોડાઉનને તાળા મારી દીધા હતા.પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુન મોઢવાડિયા, પાલ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

અત્યારે રાજ્ય સરકાર દ્વારા એ મગફળીની હરાજી કરી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે એ ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી.એ ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે. ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવતા જે મગફળી જોવા મળી રહી છે તેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જ જોવા મળે છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી પહેલા અમિત શાહ આ કારણે લઈ રહ્યા છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાત

Mayur

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Mayur

મુખ્યમંત્રી આવતા હોવાથી રસ્તા માખણ જેવા લીસા થઈ ગયા, યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!