મહાભારતકાળની સૌથી મોટી વિરાસત તો અફઘાનિસ્તાન પાસે છે જેને આતંકવાદીઓ પણ તોડી નહોતા શક્યા

અફઘાનિસ્તાન અત્યારે તો એક મુસ્લિમ રાષ્ટ્ર છે. જે કોઇ સમયે ભારતનું એક અભિન્ન અંગ હતું. ઇસ પૂર્વે 980માં અફઘાનિસ્તાનમાં હિન્દુ અને બોદ્ધ ધર્મના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા. એક સમય હતો જ્યારે ભારતની સીમાઓ ન માત્ર અફઘાનિસ્તાન પરંતુ ઇરાન સુધી પહોંચતી હતી.

ઇસવીસન પૂર્વ 980માં અફઘાનિસ્તાનમાં એક હિન્દુ રાજા હતો. જેનું નામ હતું રાજા જયપાલ. એ રાજા પર મુસ્લિમ રાષ્ટ્રોએ ખૂબ હુમલા કર્યા. જેના કારણે ધીરે ધીરે અફઘાનિસ્તાન ભારતના નકશામાંથી દૂર થતું ગયું. અને એક સમયે રાજા જયપાલ સત્તામાંથી દૂર ખદેડાઇ ગયો. 17મી સદી સુધી માલુમ પડે છે કે અફઘાનિસ્તાન નામનું કોઇ રાષ્ટ્ર હતું તેની પણ લોકોને ખબર નહોતી. અફઘાનિસ્તાનનું નામ પ્રચલનમાં આવ્યું રાજા અહમદશાહ દૂર્રાનીથી. એ પછી ભારતમાં સૌથી સફળ હુમલો મોહમ્મદ બીન કાસિમે કર્યો હતો. જે પણ અફઘાનિસ્તાનનો હતો. પણ રાજા જયપાલ સિવાય મહાભારતકાળ સાથે પણ ભારતનો અફઘાનિસ્તાન સાથે સંબંધ હતો.

અફઘાનિસ્તાનમાં મહાભારતકાળમાં કૌરવોની માતા ગાંધારી રહેતી હતી. અફઘાનિસ્તાનનું ત્યારનું નામ કંધાર હતું. ગાંધારી ગાંધાર દેસના સુબલ રાજાની એક માત્ર દિકરી હતી. આ સિવાય રામાયણમાં પણ વાલ્મિકીએ ઉત્તરકાંડમાં ગાંધાર એટલે કે ગંધર્વ દેશનો ઉલ્લેખ કર્યો છે.

અફઘાનિસ્તાનના પઠાણોને પહેલાથી પખ્તુન કહેવામાં આવતા હતા. અંગ્રેજ શાસનમાં પિંડારી સમુદાયે પઠાણોની સામે જંગ છેડી દીધી હતી. આ સિવાય અહીંના બામિયાન શહેરમાં ભગવાન ગૌતમ બુદ્ધની બે પ્રતિમાઓ હતી. જેમાંથી એક વિશ્વની સૌથી ઉંચી ભગવાન બુદ્ધની પ્રતિમા હતી. માર્ચ 2001માં કટ્ટરપંથી આઇએસઆઇએસે આ પ્રતિમાને તોડી નાખી હતી.

આ મૂર્તિને તોડવી એટલી આસાન નહોતી કારણ કે પાંચમી સદીમાં તૈયાર થયેલી આ મૂર્તિઓ બલુઆ પત્થરથી બનાવવામાં આવી હતી. આ માટે રોકેટ લોંન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ તેમાં પણ તેઓ સફળ નહોતા થયા. જે પછી મૂર્તિઓમાં બારૂદ નાખી ફોડવામાં આવ્યા હતા. આમ છતા તેમને સફળતા નહોતી મળી. આ વિસ્ફોટથી મૂર્તિઓના માત્ર પગ જ ધ્વંસત થયા હતા. જે પછી સતત 25 દિવસ સુધી કટ્ટરપંથીઓએ પોતાની દહેશત ફેલાવી જેનાથી તેમને સફળતા મળી હતી. આ મૂર્તિને તોડવા માટે ચંગેઝ ખાને 1221માં અને તે પછી 18મી સદીમાં ઓરંગઝેબે પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમને પણ સફળતા નહોતી મળી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter