રાજ્યપાલે તમામ યુનિવર્સિટી અને કુલપતિ સાથે બેઠક કરી

ગાંધીનગરમાં રાજ્યપાલ ભવનમાં રાજ્યપાલે તમામ સરકારી યુનિવસર્સિટીના કુલપતિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શિક્ષણપ્રધાન સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. યુનિવર્સિટીમાંમાં વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ.

યુનિવર્સિટીમાં સમસ્યાઓ દૂર કરવા ઉપરાંત દેશ સહિત વિદેશની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં ગુજરાતની યુનિવર્સિટીને સારો રેન્ક મળે તે અંગે પણ વિચારણા કરવામાં આવી. તો સાથે વિદ્યાર્થીઓનો  સેમેસ્ટર પદ્ધતિનો વિરોધ અને કચ્છ જેવી યુનિવર્સિટી જેવી ઘટના ફરી ન થાય તેવી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter