GSTV
Home » News » મહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ

મહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ

મહારાષ્ટ્ર સરાકરે મરાઠા અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિટ અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, મરાઠા અનામતની અરજીને કોઈ પડકારે તો કોર્ટ એક તરફી આદેશ ન આપે. કોઈપણ આદેશ આપતા પહેલા સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારનો પક્ષ પણ સાંભળે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનું બિલ પાસ કરવામાં આવ્યું. આ બિલને મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ મંજૂરી આપી છે. બિલમાં સામાજિક અને આર્થિક રીતે પછાત મરાઠાઓને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓની જનસંખ્યા 30 ટકા જેટલી છે. સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી. જેને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે સ્વીકારી મરાઠાઓને 16 ટકા અનામત આપી છે. મહત્વપૂર્ણ છે કે, કેવિટ અરજી 148એ હેઠળ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે, કોઈ પક્ષકાર કોર્ટમાં અરજીને પડકારે તો તેની સુનવાણી પહેલા કોર્ટને કેવિયટ અરજી કરનારનો પક્ષ સાંભળવામાં આવે.

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!