મોદીના અાગમન પહેલાં ખેડૂતોનો રોષ ઠારવા સરકારનો અા છે પ્લાન, મુશ્કેલીમાં જગતાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા રાજ્ય સરકારે ખેડૂતોનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો છે. ચોમાસુ પાકને બચાવવા નર્મદામાંથી આજથી પાંચ દિવસ સુધી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલ સહિત માઈનોર કેનાલમાં દરરોજ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે અંતરિયાળ વિસ્તારમાં પહોંચશે અને ખેડૂતોનો પાક બચાવશે.હાલ સરદાર સરોવર ડેમમાં 127.98 મીટર જળ સપાટી છે. રોજની 21 હજાક યુસેક પાણીની આવક છે.

ગુજરાતમાં પાણીના પોકારો વચ્ચે  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી 31 ઓક્ટોમ્બર રાત્રીના 12 કલાક સુધી નર્મદા કેનાલમાં વધુ 6000 ક્યુસેક પાણી છોડાવામાં આવશે. હાલમાં 6000 ક્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડવામાં આવે છે. એટલે કે અાજથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ખેડૂતો અને ધારાસભ્યો દ્વારા મળેલી રજુઆતને પગલે નિર્ણય લેવાયો હતો. 5 દિવસ સુધી વધુ પાણી આપવાની જાહેરાત કરાઇ છે . હાલમાં નર્મદા બંધમાં પાણીનું લેવલ 197.28 મીટર છે. પાણીની આવક 21000 ક્યુસેક છે.  તમામ કેનાલમાં મુખ્ય અને માઇનોર કેનાલમાં 12000 ક્યુસેક પાણી છોડાશે. ખેડૂતોના પાકને બચાવવા નિર્ણય લેવાયો છે.


નીતિનભાઈને અે સવાલ છે કે શું 5 દિવસ ગુજરાતના ખેડૂતોને પાણીની જરૂરિયાત છે. 5 દિવસમાં ગુજરાતમાં ખરીફ સિઝન પૂરી થઈ જાય છે કે, 5 દિવસમાં ગુજરાતની નર્મદા કેનાલ અાધારિત કમાન્ડ અેરિયામાં પિયત થઈ જાય છે. જો અા સ્થિતિ હોય તો 5 દિવસ જ પાણી અાપો. અા 5 દિવસનો ક્રાઇટ અેરિયા તમે કેમ નક્કી કર્યો છે. કદાચ અેવું તો નથી ને નર્મદાના પાણીથી ગરૂડેશ્વર વિયર ભરાઈ રહ્યો છે તો ખેડૂતો વિરોધ કરે અને મોદી સાહેબનો પોગ્રામ બગડે તો… કદાચ અા ડરમાં તો ખેડૂતોને અપાતું પાણી ડબલ કરાયું તો નથી. જો ખરેખર હોય તો ગુજરાતની સરકાર ધન્ય છે. 

ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવાની ધમકી

સૌરાષ્ટ્રમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ ઉઠી છે.ભાવાંતર યોજના અમલમાં નહી આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ભાવાંતર યોજના લાગુ નહી કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતે અાત્મહત્યાનો કર્યો પ્રયાસ
દેવભૂમિ દ્વારકા ખાતે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ધ્રાસણવેલ ગામના સોમાભાઈ રોશીયા નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરીવારજનોએ દાવો કર્યો છે કે,વરસાદ ન થતા છેલ્લા અનેક દિવસોથી ખેડૂત ગુમસુમ રહેતા હતા.


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter