GSTV
Home » News » આસામમાં બંધના એલાન વચ્ચે સરકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા સરકારનો આદેશ

આસામમાં બંધના એલાન વચ્ચે સરકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા સરકારનો આદેશ

સિટીજન અમેન્ડમેન્ટ બિલ-2016 વિરુદ્ધ આસામના 46 સંગઠનોએ આજે આસામ બંધનું એલાન આપ્યું છે. બંધને કારણે આસામમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આસામના 46 સંગઠનો દ્વારા બાર કલાકના આસામ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને કારણે આસામના ઘણાં વિસ્તારોમાં બજારો બંધ છે અને વાહનવ્યવહાર બિલકુલ પાંખો છે. આસામના નાણાં અને આરોગ્ય પ્રધાન હિમંત બિસ્વ શર્માએ ગૌહાટી હાઈકોર્ટને ટાંકીને ક્હ્યુ છે કે બંધના એલાનને મંજૂરી આપી શકાય નહીં. હિંમત બિસ્વ શર્માએ કહ્યુ છે કે તમામ સરકારી કર્મચારીઓએ ફરજિયાતપણે ઓફિસમાં હાજર રહે. કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગોઈએ કહ્યુ છે કે આસામ જાતિયતાવાદી યુવા છાત્ર પરિષદ સહીતના અન્ય ચાલીસ સંગઠનોએ બંધ માટે હાથ મિલાવ્યો છે. કોંગ્રેસે પણ બંધના એલાનને ટેકો આપ્યો છે.

આસામ સરકારના પ્રધાન શર્માએ કહ્યુ છે કે રાજ્યમાં તમામ દુકાનો ખુલ્લી રહેવી જોઈએ. સરકારી કર્મચારી ઓફિસોમાં હાજર નહીં રહે. તો તેને કોર્ટનો અનાદર માનવામાં આવશે. અખિલ ગોગોઈએ કહ્યુ છે કે ભાજપની સરકાર આસામની જાતિ, માટી અને ભેટીની સુરક્ષાનો વાયદો કરીને સત્તામાં આવી હતી. પરંતુ આની વાયદાખિલાફી કરીને સ્થાનિક સમુદાયો વિરુદ્ધ એક ષડયંત્ર રચી રહી છે. આસામની ભાજપની સરકાર બંધારણ સંશોધન વિધેયક દ્વારા હિંદુ બંગાળીઓને નાગરિકતા આપવા માંગે છે. મેઘાયલમાં પ્રધાનમંડળે બિલનો વિરોધ કરવાનો નિર્ણય પહેલા જ કર્યો છે. મેઘાયલમાં ભાજપ સરકારમાં સામેલ છે.

ગોગોઈએ આસામ સરકાર સમક્ષ માગણી કરી છે કે તેઓ હિંદુ બંગાળીઓના એક સંગઠન દ્વારા નાગરીકતા વિધેયકના ટેકામાં 17 નવેમ્બરે પ્રસ્તાવિત એખ સંમેલનને રોકે. તેમણે ચેતવણી આપી છે કે જો હિંદુ બંગાળીઓને સંમેલન આયોજિત કરવાની મંજૂરી આપવામાં આવશે. તો તેના ગંભીર પરિણામો આવશે. ગોગોઈએ કહ્યુ છે કે હિંદુ બંગાળી સંગઠનોને આરએસએસનો ટેકો છે અને તેઓ આસામમાં કાયદો-વ્યવસ્થાની સમસ્યા પેદા કરવા ચાહે છે. તેઓ માગણી કર છે કે સરકાર સંમેલનને રોકે.

મહત્વપૂર્ણ છે કે આસામ પબ્લિક વર્ક નામની એનજીઓ સહીત ઘણાં અન્ય સંગઠનોએ 2013માં રાજ્યમા ગેરકાયદેસર નિરાશ્રિતો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. આસામ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે આને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. 2015માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને નિરીક્ષણમાં આની કામગીરી શરૂ થઈ હતી. બાદમાં ગત 30 જુલાઈમાં ફાઈનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે લિસ્ટમાં નામ નહીં ધરાવતા ચાલીસ લાખ લોકો પર કોઈપણ પ્રકારની કડકાઈ દાખવવા પર હાલ રોક લગાવી છે.

 

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!