GSTV
Gujarat Government Advertisement

વિદેશથી આવેલા 27 હજાર ગુજરાતીઓ કેમ ખુલ્લેઆમ ફર્યા, રાજ્યસભાની એક બેઠક ભારે પડી રહી છે ગુજરાતને

Last Updated on March 26, 2020 by Karan

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ નોંધાયા છે. 6.5 કરોડ ગુજરાતીઓ ઘરોમાં કેદ છે. સરકાર હવે રાજ્યભરમાં એક્ટિવ છે. લોકો ઘરમાંથી નીકળે તો પોલીસ દંડાવાળી કરે છે. ગરીબો ભૂખ્યા ના રહે માટે સરકારે મફત રાશન આપવાની યોજના શરૂ કરી છે. સાંસદો અને ધારાસભ્યોએ કોરોનાને રોકવા માટે ઉદાર હાથે ફંડ આપવાની શરૂઆત કરી છે. આ તમામ બાબતો વચ્ચે દરેક ગુજરાતીઓમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કોરાના કોના કારણે ગુજરાતમાં પ્રવેશ્યો એનો સીધો જવાબ એ છે કે ગુજરાત સરકાર અને બ્યૂરોક્રસીની બેદરકારીને કારણે…..

7 હજાર શકમંદ લોકો તો સરકારને પણ મળી રહ્યાં નથી

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 27 હજાર લોકો વિદેશથી આવ્યા છે. આ બાબતે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને અવગત કરી છે. હાલમાં આમાંથી 20 હજાર લોકોને હોમ ક્વોરંટાઈન કરાયા છે. 7 હજાર શકમંદ લોકો તો સરકારને પણ મળી રહ્યાં નથી. આ લોકોમાંથી કોરોના પોઝિટીવ એક પણ હશે તો ગુજરાતમાં કેસોની સંખ્યા વધવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં 3નાં મોત થઈ ચૂક્યા છે. અત્યારસુધી ગુજરાતમાં સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહી છે. સીએમ રૂપાણી પણ કોંગ્રેસના નેતાઓ ક્યાં જાય છે કોને મળે છે એની બાબતોમાં વ્યસ્ત રહ્યાં છે. ગુજરાતમાં 27 હજાર વિદેશમાં રહેતા ગુજરાતીઓ આવ્યા છતાં ફક્ત એરપોર્ટ પર સ્કેનિંગ કરાયું છે. હાલમાં સરકારની કામગીરી વખાણવા લાયક છે પણ અગાઉની ભૂલો હાલ ગુજરાતીઓને ભારે પડી રહી છે. ગુજરાતના લોકોની સુરક્ષા કરતાં સરકાર માટે રાજ્યસભાની એક બેઠક અતિ અગત્યની હતી. આ જ સ્થિતિ કોંગ્રેસની પણ છે. સરકાર નહીં પણ વિરોધ પક્ષની જેની જવાબદારી છે એ કોંગ્રેસ પણ જયપુરમાં અડિંગો જમાવીને બેસી ગયા હાલમાં ગુજરાતની 6.5 કરોડ જનતા ઘરોમાં કેદ છે. હજારો લોકો રોજ ચાલીને નીકળી રહ્યાં છે. લોકોની રોજગારી છિનવાઈ છે. નોકરી કરતા કર્મચારીઓ હાલમાં ઘરોમાં કેદ છે. એક તારીખ કે 10 તારીખ આવી ત્યારે ઘરના હપતાં ભરવા માટે પૈસા ક્યાંથી આવશે એ એક નેતા પાસે જવાબ નથી. મોદી સરકાર કેમ બેંકોમાં હપતા ભરવામાં લેટ થશો તો દંડ નહીં ફટકારાય એમ કેમ નથી કરતી જાહેર.

આ સવાલોના જવાબ છે

  • ગુજરાતમાં 7 હજાર વિદેશથી આવેલા શકમંદો ક્યાં
  • સરકારે કેમ ક્વોરંટાઈનને બદલે ઘરે જવા દીધા
  • સરકારે કોરોના વાયરસને કેમ ગંભીરતાથી ન લીધો
  • સરકાર ગરીબો માટે રાહતની જાહેરાત કરે છે પણ નોકરીયાતો અને મધ્યમવર્ગનું શું
  • 10 તારીખનો પગાર નહીં આવે તો હપતાઓ ભરશે કોણ?
  • મધ્યમવર્ગ સૌથી વધારે પરેશાન છતાં તેમને કેમ રાહત નહીં

હાલની સ્થિતિ માટે બ્યૂરોક્રસી અને સરકાર જ એટલી જવાબદાર

રૂપાણી સરકાર રાજ્યસભા રાજ્યસભા રમતી રહી અને કોરોના ગુજરાતમાં ઘર કરી ગયો છે. આજે 6.5 કરોડ ગુજરાતીઓ જીવ બચાવવા માટે ઘરમાં કેદ છે. હાલની સ્થિતિ માટે બ્યૂરોક્રસી અને સરકાર જ એટલી જવાબદાર છે. માત્ર 14 લાખ લોકોને હોમ કવોરંટાઈનમાં રાખી શકી હોત તો 6.5 કરોડ ગુજરાતીઓને ઘરમાં કેદ રહેવાનો વારો આવ્યો ન હોત. રૂપાણી સરકાર ખુદ કબૂલી રહી છે કે વિદેશમાંથી આવેલા ગુજરાતીઓએ ગુજરાતમાં કોરોના ફેલાવ્યો છે તો શું તમારી સરકાર ઊંઘતી કેમ ઝડપાઈ છે. હાલમાં જે પગલાં ભરાઈ રહ્યાં છે એ 20 દિવસ પહેલાં ભરાયાં હોત તો આજે એક પણ ગુજરાતીને જીવ બચાવવાનો પ્રયાસ ન કરવો પડ્યો હોત.

સરકારનો આ નિર્ણય સરસ પણ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવો

કોરોના આપત્તિનો મુકાબલો કરવા દેશભરમાં લાગુ કરાયેલા 21 દિવસના લૉકડાઉનના પગલે જેમની સામે દૈનિક આવશ્યક ખાદ્યસામગ્રી- ચીજવસ્તુઓની સમસ્યા સર્જાઈ છે તેવા રોજનું કમાઈ રોજ ખાનારા શ્રમજીવીઓ, ગરીબો અંગે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 60 લાખ પરિવારોને એક મહિનાનું રેશન વિનામૂલ્યે આપવામાં આવશે આ નિર્ણયનો લાભ સવા ત્રણ કરોડ લોકોને મળી રહ્યો છે. હાલમાં સરકારની કામગીરી કાબીલેદાદ છે પણ ઘોડા છૂટી ગયા બાદ તબેલાંને તાળા મારવા જેવી સ્થિતિ છે. હવે સરકાર પાસે પણ લોકોને ઘરમાં પૂરવા સિવાય છૂટકો નથી કારણ કે કોરોના રોગ નહીં પણ એક ચેપ છે. જે એકબીજામાં ફેલાતો જ જાય છે.

ગુજરાતમાં 3નાં મોત અને 43 પોઝિટીવ કેસ

આજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે. બુધવારે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયા બાદ આજે સવારે ભાવનગરમાં કોરોનાને કારણે એક મોત નિપજ્યું છે. ભાવનગરમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમને 24 તારીખે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ અને ભાવનગર એમ ત્રણેય શહેરોમાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. બીજી તરફ ગુજરાતના કુલ 43 કેસ અંતર્ગત અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. જ્યારે કે વડોદરામાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 4 કેસ તેમજ કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

હાલ પુરતો આ વાયરસ ગુજરાતના શહેરોમાં આવી ચૂક્યો

કોરોનાનો વાઇરસ ગુજરાતની સરહદોમાં પ્રવેશી ચૂક્યો છે તેને રોકવાનું શ્રેષ્ઠત્તમ ઉપાય મેડિકલ મેનેજમેન્ટ થઇ શકે. જર્મની અને ચાઇનાએ તે કરી બતાવ્યું છે. હાલ પુરતો આ વાયરસ ગુજરાતના શહેરોમાં આવી ચૂક્યો છે. ગુજરાતના ગામડાઓમાં હજી સુધી તેના પગરવ પહોંચ્યા નથી. માટે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ૨૦૦ તાલુકા દીઠ ૫૦૦ બેડની હોસ્પિટલનું આયોજન યુદ્ધના ધોરણે કરવું રહ્યું. ડોકટરોની અને નર્સિગ સ્ટાફની ટીમો અત્યારથી તૈનાત કરવી રહી. ગુજરાતના ૧૦ મોટા શહેરોમાં આ અંગેની ૨૦૦૦ બેડની હોસ્પિટલોનું તાત્કાલિક આયોજન જરૂરી છે. કોરોના વાઇરસના દર્દીઓ ગમે ત્યારે વધવાના જ છે કારણ કે આ મહામારી ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. તેના વિકાસ મંદ પડે તેવું આયોજન કરવું રહ્યું. ધંધો રોજગાર કે રોજીંદી પ્રવૃત્તિ બંધ કરવાથી કોરોના વાઇરસ મટી જવાનો નથી.

આ વાઇરસના ફેલાવા અંગે લોકજાગૃતિ લાવવી અનિવાર્ય છે. પરંતુ જબરજસ્તીથી ટ્રેનો બંધ કરવી, અચાનક શિક્ષણ કાર્ય બંધ કરવું ન્યાયતંત્ર બંધ કરવું. સરકારી ઓફીસો બંધ રાખવી એ ઇલાજ નથી. જે લોકો વાઇરસના ભોગ બન્યા છે. તે તેમના ઘરે રહેશે તો ત્યાં પણ રોગચાળાનો ઉપદ્રવ તો રહેવાનો જ, ઘરમાંથી એ રોગ પાડોશી અને પાડોશીના ઘરથી પોળો અને સોસાયટીઓમાં ફેલાયા વગર રહેવાનો નથી. ભારતના લોકોનું જનજીવન સંયુક્ત કુટુંબ અને આડોશીપાડોશીના મેળાપીપણાનું છે. માટે આ મહામારી માટે સરકારી તંત્ર નહીં પરંતુ લોક જાગૃતિ જ એક માત્ર ઇલાજ છે.

સરકારે માત્ર મેડિકલ, પેરા મેડિકલ સહાય માટે તંત્રને સજ્જ કરવા જેટલી કટિબદ્ધતા રાખવાની જરૂર છે. સારા સક્ષમ ડોકટરો અને તેના માટે વપરાતી આધુનિક મેડિકલ ટેકનોલોજીની સુવિધાઓ સામાન્ય માણસને મળી રહે તેવી તજવીજ કરવાની જરૂર છે. છેલ્લા એક સપ્તાહથી કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે લોક જાગૃતિ લાવવા આ પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે પરંતુ લોકસચેત થયા પછી રોજીંદા કાર્યક્ષેત્ર પર પાબંધી મુકી ભયના ઓથાર નીચે પ્રજાને મુકવી એ કોરોના મુક્ત ભારત કરવાનો ઉપાય નથી.

આવતી ૩૧ માર્ચ કે ૧૫ એપ્રિલ સુધી સમગ્ર દેશના ધંધા રોજગાર બંધ રહેશે તો દેશનું અર્થતંત્ર ક્યાં જઇ અટકશે તે કલ્પના કરતા ધ્રુજારી ઉપજે એવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે. દેશના શ્રીમંત અને ઇન્કમટેક્ષ ભરતા વર્ગને ટુંકા ગાળામાં આની અસરો દેખાશે નહીં પરંતુ દેશની ૯૦ ટકા પ્રજા જે ઇન્કમટેક્ષ ભરતી નથી અને રોજીંદી કમાણી પર જીવન નિર્વાહ કરે છે તેને માટે આ મહામારી કરતા બેરોજગારીની મહામારી જીંદગી ટુંકાવા માટે પ્રેરશે.

અર્થકારણના નિષ્ણાતો જણાવે છે કે એપ્રીલ મે માસમાં જીએસટીની આવક જ જો ગુજરાત સરકારની બંધ થઇ જશે તો જુન માસના સરકારી કર્મચારીઓના પગાર કરવા ઓવરડ્રાફ્ટ કરવો પડશે અને તે ઓવરડ્રાફટ કરવા આપણી બેન્કો પાસે નાણાં જ નથી કારણ કે ભારતની તમામ બેન્કો એન.પી.એ. વાઇરસને કારણે વેન્ટીલેટર પર છે. કોરોનાના વાઇરસને નાથવા મોદી સરકાર ભારતીય અર્થતંત્રને લકવાગ્રસ્ત ન કરે અને પ્રજાને સિક્કાની બીજી બાજુની પ્રતીતિ થાય તેવા શુભઆશયથી આ વિચારો રજુ કરાઇ રહ્યા છે. મહામારીને રોકવા સરકારે લોકજાગૃતિ માટેનું જે અભિયાન કર્યું છે તે કાબિલેદાદ છે તેની સરાહના કરવી જ રહી. માત્ર અર્થતંત્ર લપસી ન પડે તે જ ધ્યાન રાખશે તો ભારતની પ્રજાની ઉત્તમ સેવા

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!