GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસને કાબૂમાં લેવાના રૂપાણી સરકારના પ્રયત્નો ફળ્યા, આવ્યા છે રાહતના સમાચાર

Last Updated on March 26, 2020 by Karan

ગુજરાતમાં કોરોના પોઝીટીવની સંખ્યા 44 પર પહોંચી ગઇ છે. આજના દિવસમાં રાજકોટ ખાતે એક 37 વર્ષીય વ્યકિતનો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજકોટમાં નવો નોંધાયેલો કેસ લોકલ ટ્રાન્સમિશન એટલે કે એકબીજાને લાગતા ચેપથી ફેલાયેલો છે જે ખરેખર ચિંતાની વાત છે આ યુવક કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તેને કોરોના થયો છે. હાલમાં રાજયમાં કુલ 44 પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 15 કેસ નોંધાય ચૂક્યા છે. તો લોકો હજુ પણ કોરન્ટાઇન હોવા છતા તેનો ભંગ કરે છે જેથી કુલ 236 જેટલી ફરિયાદો નોંધાઇ છે. ગુજરાત માટે થોડા રાહતના સમાચાર એ છે કે, ચાર કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. 156 વેન્ટીલેટરનો ઓર્ડર અપાયો છે. હાલ એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી.

કોરોનાના માહોલમાં થતા સ્ટ્રેસથી કેવી રીતે બચવું

 • આખા દિવસની એક્ટિવીટી કરો પ્લાન
 • માહિતગાર રહો પણ વધુ પડતા વાઈરલ મેસેજીસથી દુર રહો
 • વિશ્વાસપાત્ર માધ્યમની માહિતી પર જ વિશ્વાસ કરો
 • અફવા ફેલાવતા લોકોને રોકો
 • ફોરવર્ડ મેસેજીસ શેયર કરતા પહેલા ચકાસો
 • સાવચેતી રાખો પણ પેનીક ન કરો
 • નેગેટીવ વિચારોથી દુર રહો
 • પરીવાર સાથે ઈનડોર ગેમ્સ રમો
 • નવી વસ્તુઓ ઈન્ટરનેટના માધ્યમથી શીખો
 • ઘરે રહી મેડીટેશન કરો
 • ઘરે થઈ શકે તેવી કરસત અને યોગ કરો
 • પરીવારજનોને ઘરકામમાં મદદ કરો
 • મનગમતા પુસ્તકો વાંચો અથવા સંગીત સાંભળો
 • નવી વાનગી બનાવો
 • ઓવરથિંકિંગથી દુર રહો
 • મિત્રો સાથે વિડીયો કોલ કરો
 • પાડોશી સાથે દુરથી વાત કરો

આ અંગે આ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે ચારેય કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હવે જે પણ નવા દર્દી આવશે તેઓને આજથી નવી કોવિડ હોસ્પિટલમાં રાખવામા આવશે. 156 વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે અને એ આવી જશે. WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની ગાઈડલાઈન મુજબ કોરોના વાઇરસના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.અત્યારે એકપણ દર્દીને વેન્ટીલેટરની જરૂર નથી.

છેલ્લા 24 કલાકમાં 223 લોકો મોતને ભેટ્યા

અમેરિકામાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 223 લોકો મોતને ભેટ્યા છે. જે દેશમાં એક જ દિવસમાં સૌથી મોટો મૃત્યુઆંક છે. આ સાથે જ અમેરિકામાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક વધીને એક હજારને પાર પહોંચી ગયો છે. અમેરિકામાં કુલ 1 હજાર 32 લોકોના મોત  નિપજ્યા છે. આ પહેલા મંગળવારે અમેરિકામાં 164 લોકોના મોત થયા હતા. અહીં જાન્યુઆરી મહિનામાં પહેલો કેસ સામે આવ્યો હતો. ચાર દિવસ પહેલા રવિવાર સુધીમાં અમેરિકામાં કુલ 326 લોકોના મોત થયા હતા. પરંતુ ત્યારબાદ મૃત્યુઆંકમાં સડસડાટ વધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને કડક પગલા ઉઠાવીશું. અમેરિકામાં અત્યાર સુધીમાં 68 હજાર 500થી વધુ સંક્રમિત કેસ સામે આવ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!