દિલ્હીના રસ્તાઓ પર પાર્કિંગ અટકાવવા કેન્દ્ર સરકારે એક અનોખી યોજના બનાવી છે. સરકારની યોજના મુજબ,રસ્તા પર પાર્કિંગ પર કરેલા વાહનોનો ફોટો ખેચી સંબધીત વિભાગને મોકલવાથી જે દંડ વસુલાશે તેનો એક હિસ્સે ફોટો પાડનાર(માહિતી આપનાર)ને મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ટૂંક સમયમાં આવી યોજના લઈને આવશે. જો કે, હજુ એ નક્કી નથી થયું કે ફોટોગ્રાફર અને રિપોર્ટર આપનારને પેનલ્ટી કેટલી હિસ્સો ચૂકવવો એ હજુ નક્કી નથી થયુ નથી.

સરકારનું કહેવું છે કે, ચિંતાની વાત છે કે દિલ્હીમાં રસ્તાઓ પર વાહનોનું પાર્કિંગ છે. રાજ્યોને રિંગરોડ બનાવવાની રાજ્યોને દરખાસ્ત માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું કે મેં રાજ્યોના શહેરોમાં રિંગરોડ બનાવવાના 50-50 ફોર્મ્યુલા વિશે વાત કરી હતી.

પરંતુ રાજ્યો તૈયાર નથી. તેમણે કહ્યું કે મેં આજે એક પ્રસ્તાવ પર ચર્ચા કરી છે. આ અંતર્ગત રાજ્ય સરકારે કેન્દ્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ સુવિધા પૂરી પાડવી જોઈએ, તો જ આપણે રિંગરોડ બનાવી શકીશું. તેમણે એમ પણ કહ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) નું ટોલ કલેક્શન આગામી બે વર્ષમાં 30,000 કરોડ રૂપિયા થશે. એનએચએઆઈ પાસે પૈસાની સમસ્યા નથી.
READ ALSO
- પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો
- બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
- સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન
- HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય